દાહોદ શહેરી વિસ્તારમાં તાવના  દર્દીઓ શોધવાની કામગીરી કરવામાં આવી
દાહોદ,05 ઓકટોબર (હિ.સ.) દાહોદ શહેરી વિસ્તારમાં તાવના દર્દીઓ શોધવાની કામગીરી કરવામાં આવી. સ્લમ વિસ્તારમાં 38 ટીમો દ્વારા 4843 જેટલાં ઘરોમાં કામગીરી હાથ ધરાઈ. દાહોદના શહેરી વિસ્તારમાં તાલુકા આરોગ્ય અધિકારી અને મેલેરીયા શાખા તરફથી દિવાળીના તહેવ
દાહોદના આરોગ્ય વિભાગ તાવ અંગે તપાસ કરતા તસ્વીર


દાહોદ,05 ઓકટોબર (હિ.સ.) દાહોદ શહેરી વિસ્તારમાં તાવના દર્દીઓ શોધવાની કામગીરી કરવામાં આવી. સ્લમ વિસ્તારમાં 38 ટીમો દ્વારા 4843 જેટલાં ઘરોમાં કામગીરી હાથ ધરાઈ.

દાહોદના શહેરી વિસ્તારમાં તાલુકા આરોગ્ય અધિકારી અને મેલેરીયા શાખા તરફથી દિવાળીના તહેવાર અગાઉ વાહક જન્ય રોગ ન વધે તે હેતુસર તારવેલા સ્લમ એરીયા,પ્રોબ્લેમેટીક એરિયામાં આગોતરું આયોજન કરી તાવના દર્દીઓ શોધવાનું તેમ જ એન્ટીલાર્વલ કામગીરી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જે દરમ્યાન 38 ટીમો દ્વારા સર્વેન્સ કરી 4843 જેટલાં ઘરોની ચકાસણી કરી કામગીરી કરવામાં આવી હતી. જેમાં ફક્ત 5 જ તાવના દર્દીઓ મળ્યા હતા. એન્ટીલાર્વલ કામગીરી કરી એરિયામાં આરોગ્ય શિક્ષણ પૂરું પાડવામાં આવ્યું હતું. આ સર્વેલન્સ કામગીરી આરોગ્ય કર્મચારીઓ અને આશા બહેનદ્વારા કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / Nehal Shah


 rajesh pande