મહિલાઓમાં વધી રહેલા કેન્સરના કેસો અંગે જિલ્લા વહીવટી તંત્રની પહેલ
મોડાસા,05 ઓકટોબર (હિ.સ.) ધનસુરા CHC ખાતે યોજાયો ગર્ભાશયના મુખના કેન્સરનું VIA પધ્ધતિથી તપાસ કેમ્પ. મહિલાઓમાં ગર્ભાશયના મુખ,સ્તન અને મોંઢાના કેન્સરની પ્રાથમિક આરોગ્ય તપાસણી તથા આ બાબતે મહિલાઓમાં જાગૃતતા લાવવા માટે જિલ્લાના તમામ સામુહિક આરોગ્ય કેન્દ્
District administration's initiative on rising cancer cases among women


મોડાસા,05 ઓકટોબર (હિ.સ.) ધનસુરા CHC ખાતે યોજાયો ગર્ભાશયના મુખના કેન્સરનું VIA પધ્ધતિથી તપાસ કેમ્પ. મહિલાઓમાં ગર્ભાશયના મુખ,સ્તન અને મોંઢાના કેન્સરની પ્રાથમિક આરોગ્ય તપાસણી તથા આ બાબતે મહિલાઓમાં જાગૃતતા લાવવા માટે જિલ્લાના તમામ સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે મહિલા રોગ નિદાન કેમ્પોનું આયોજન કરવાના ભાગરૂપે આજે સામુહિક આરોગ્ય કેન્દ્ર -ધનસુરા ખાતે ગર્ભાશયના મુખના કેન્સરનું VIA પધ્ધતિથી તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં 30 થી વધુ ઉંમરની મહિલાઓમાં ગર્ભાશયના મુખ,સ્તન અને મોંઢાના કેન્સર તથા ડાયાબીટીસ અને હાયપરટેન્શન જેવા રોગોની તપાસણી કરવામાં આવ્યું.

સા.આ.કેન્દ્ર ધનસુરાના અધિક્ષક તથા તાલુકા હેલ્થ ઓફિસર ધનસુરા દ્વારા આ કાર્યક્રમનું સફળ આયોજન કરેલ હતું. આ કેમ્પ માં મહિલા સ્ત્રી રોગ નિષ્ણાત ડૉ.ઝાકિરહુસેન દાદુ દ્વારા મહિલાઓની ઉપરોકત બાબતે આરોગ્ય તપાસણી કરવામાં આવેલ હતી.હાજર તમામ મહિલાઓને બિન ચેપી રોગોના નિયંત્રણ અને મહિલાઓમાં ગર્ભાશયના મુખ,સ્તન અને મોંઢાના કેન્સર વિશે જાણકારી આપી હતી તથા સમાજમાં મહિલાઓને VIA થી નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રમાં ગર્ભાશયના મુખના કેન્સરની નિ:શુલ્ક પ્રાથમિક તપાસણી કરાવવાનો લાભ લેવા માટે તેમજ આ બાબતે સમાજમાં જન જાગૃતિ ફેલાય તે બાબતે સંદેશો આપવા જણાવ્યું હતુ.આ કેમ્પમાં આશા બહેનો, આંગણવાડી બહેનો,તેડાઘર બહેનો તથા અન્ય લાભાર્થીઓ સાથે મળી કુલ ૭૩ બહેનોએ આ કેમ્પનો લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં જીલ્લા કક્ષાએથી માનનીય અધિક જિલ્લા આરોગ્ય અધિકારીએ ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન પૂરું પાડેલ હતું.

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ


 rajesh pande