દેવગઢ બારીયાના ભુવાલ સેજા ખાતે આઈ. સી. ડી. એસ. વિભાગ દ્વારા કિશોરી મેળો યોજવામાં આવ્યો
દાહોદ,05 ઓકટોબર (હિ.સ.)દેવગઢ બારીયાના ભુવાલ સેજા ખાતે આઈ. સી. ડી. એસ. વિભાગ દ્વારા કિશોરી મેળો યોજવામાં આવ્યો. આરોગ્ય ટીમ દ્વારા કિશોરીઓના આરોગ્ય અંગેની ચકાસણી કરવામાં આવી દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકામાં ઘટક 2 ના ભુવાલ સેજા ખાતે કિશોરી મેળાનું
દેવગઢ બારિયાના  ભુવલ સેજા ગામે કિશોરી મેળાની તસ્વીર


દાહોદ,05 ઓકટોબર (હિ.સ.)દેવગઢ બારીયાના ભુવાલ સેજા ખાતે આઈ. સી. ડી. એસ. વિભાગ દ્વારા કિશોરી મેળો યોજવામાં આવ્યો. આરોગ્ય ટીમ દ્વારા કિશોરીઓના આરોગ્ય અંગેની ચકાસણી કરવામાં આવી

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકામાં ઘટક 2 ના ભુવાલ સેજા ખાતે કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કિશોરી મેળા દરમ્યાન કુલ 50 જેટલી કિશોરીઓએ ભાગ લીધો હતો.

આ કાર્યક્રમ દરમ્યાન પૂર્ણા શક્તિમાંથી બનેલ વિવિધ વાનગીનું નિદર્શન કરાવવામાં આવ્યું હતું. એ સાથે ક્વિઝ કોમ્પિટિશન પણ કરવામાં આવી હતી. તેમજ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તમામ કિશોરીઓના હિમોગ્લોબીનની તપાસ પણ કરવામાં આવી હતી.એ નિમિતે સૌથી વધારે હિમોગ્લોબિન ધરાવતી કિશોરીઓ અને ક્વિઝમાં વિજેતા થનાર કિશોરીઓને ઇનામ આપી સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમ્યાન લાઈવ રસોઈ શો કરીને કિશોરીઓને ન્યુટ્રીશન ફૂડ વિશે વધુ સમજ આપવામાં આવી હતી.જે દરમ્યાન સી.ડી.પી.ઓ. , સેજાના મુખ્ય સેવિકા, પી. એસ. ઈ., બી. એન. એમ. તેમજ કાર્યકર બહેનો સહિત કિશોરીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / Nehal Shah


 rajesh pande