લીમખેડા તાલુકામાં સાંસદ ની ઉપસ્થિતિમાં શ્રીરામ હાઇસ્કુલ, દાભડા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
દાહોદ,05 ઓકટોબર (હિ.સ.) પારદર્શી પ્રશાસન માટે વહીવટી તંત્ર દ્વારા પ્રજાની લાગણી, માંગણી અને અપેક્ષા પૂર્ણા કરવા તથા સરકારની યોજનાના લાભ અંગેની નાગરિકોની વ્યક્તિગત રજૂઆતોનો સ્થળ ઉપર જ ઉકેલ લાવવા માટે સાંસદ જશવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિ સેવા સેતુ કા
લીમખેડા યોજાયેલ સેવા સેતુની તસ્વીર


દાહોદ,05 ઓકટોબર (હિ.સ.) પારદર્શી પ્રશાસન માટે વહીવટી તંત્ર દ્વારા પ્રજાની લાગણી, માંગણી અને અપેક્ષા પૂર્ણા કરવા તથા સરકારની યોજનાના લાભ અંગેની નાગરિકોની વ્યક્તિગત રજૂઆતોનો સ્થળ ઉપર જ ઉકેલ લાવવા માટે સાંસદ જશવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિ સેવા સેતુ કાર્યક્રમનો 10 મો તબક્કો દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દાભડા ગામની શ્રીરામ હાઇસ્કુલ ખાતે યોજવામાં આવ્યો હતો.

સાંસદ જશવંતસિંહએ કાર્યક્રમ સંદર્ભે વિવિધ યોજનાઓ અંગેની જાણકારી આપતાં જણાવ્યુ હતું કે, દાહોદ જિલ્લામાં નાગરિકોની સમસ્યાઓનો સ્થળ પર જ ઉકેલ આવે તે માટે તેમજ સરકારના જન કલ્યાણકારી સેવાઓના લાભો ઘર - ઘર પહોંચાડવાના ઉદ્દેશ્યથી સેવા સેતુ કાર્યક્રમ દસમા તબક્કા હેઠળ દાહોદ જિલ્લામાં કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. એમ કહેતાં તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અહીં આવેલ તમામ લાભાર્થીઓ - નાગરિકોએ વધુમાં વધુ સરકાર દ્વારા આપવામાં આવતી તમામ યોજનાઓ અને સહાયનો લાભ લેવો.

હિન્દુસ્થાન સમાચાર / Nehal Shah


 rajesh pande