ભાવનગરના સવાઇનગર ગામના વિનુ મકવાણાને પ્રધાનમંત્રી આવાસ યોજના થકી પાકું ઘર મળ્યું
ભાવનગર/અમદાવાદ,05 ઓકટોબર (હિ.સ.) ભાવનગરના સવાઇનગર ગામના વિનુ મકવાણાને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન સહાય મળવાથી તેમનુ ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીનુ સ્વપ્ન છે કે દેશના દરેક નાગરીકનું પોતાનુ પાકુ મકાન હોય.જે અંતર્ગત
ભાવનગરના સવાઇનગર ગામના વિનુ મકવાણાને પ્રધાનમંત્રી આવાસ યોજના થકી પાકું ઘર મળ્યું


ભાવનગર/અમદાવાદ,05 ઓકટોબર (હિ.સ.) ભાવનગરના સવાઇનગર ગામના વિનુ મકવાણાને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન સહાય મળવાથી તેમનુ ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીનુ સ્વપ્ન છે કે દેશના દરેક નાગરીકનું પોતાનુ પાકુ મકાન હોય.જે અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના અમલી બનાવી છે.સરકાર દ્વારા આર્થિક રીતે નબળા વર્ગને પોતાનું પાકું મકાન બનાવવા માટે રૂ.1,20,000 આર્થિક સહાય પૂરી પાડી રહી છે.

વિનુ મકવાણા જણાવે છે કે તેમને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કુલ રૂ.એક લાખ વીસ હજારની સહાય મળી આથી પ્રધાનમંત્રી આવાસ યોજના થકી પોતાનું પાકું મકાન બનાવવું શકય બન્યું છે.વધુમાં તેઓ જણાવે છે કે અમારા જેવા સામાન્ય માણસ માટે પાકું મકાન એતો સ્વપ્ન સમાન છે.પ્રધાનમંત્રી આવાસ યોજના વિશેની માહિતી મેળવી અને જરૂરી આધાર પુરાવા ગ્રામ પંચાયતમાં આપી અરજી કરી જેથી મકાન મંજુર થતા અમારા ખાતામાં કુલ રૂ.1,20,000 ની મકાન સહાય મળી છે.પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના અંતર્ગત અમને આ લાભ આપવા બદલ હું અને મારો પરિવાર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો આભાર માનીયે છીએ.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande