કોરિયોગ્રાફર જાની માસ્ટરનો નેશનલ એવોર્ડ, સરકારે પાછો ખેંચ્યો
નવી દિલ્હી, 6 ઓક્ટોબર (હિ.સ.) સાઉથથી લઈને બોલિવૂડ સુધી પોતાના ડાન્સની છાપ છોડનાર, કોરિયોગ્રાફર જાની માસ્ટર ફરી એકવાર મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. જાની માસ્ટર બળાત્કારના આરોપમાં 19 સપ્ટેમ્બરથી જેલમાં છે. જાની માસ્ટરે, ઘણી ફિલ્મોમાં પોતાની ડાન્સિંગ સ્કિલ
કોરિયોગ્રાફર જાની માસ્ટર


નવી દિલ્હી, 6 ઓક્ટોબર (હિ.સ.) સાઉથથી લઈને બોલિવૂડ સુધી પોતાના ડાન્સની છાપ છોડનાર, કોરિયોગ્રાફર જાની માસ્ટર ફરી એકવાર મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. જાની માસ્ટર બળાત્કારના આરોપમાં 19 સપ્ટેમ્બરથી જેલમાં છે. જાની માસ્ટરે, ઘણી ફિલ્મોમાં પોતાની ડાન્સિંગ સ્કિલ બતાવી છે. આ સિદ્ધિ માટે, તેમને ફિલ્મ થિરુચિથમ્બલમના ગીત મેઘમ કારુક્કથા માટે શ્રેષ્ઠ કોરિયોગ્રાફીનો રાષ્ટ્રીય પુરસ્કાર મળવાનો હતો. પરંતુ હવે ભારત સરકારે આ એવોર્ડ પાછો ખેંચવાની જાહેરાત કરી છે.

માસ્ટર જાની વિરુદ્ધ પોક્સો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. 8 ઓક્ટોબરે રાષ્ટ્રીય પુરસ્કાર સમારોહમાં હાજરી આપવા માટે તેમને જામીન પણ આપવામાં આવ્યા હતા. પરંતુ હવે ભારત સરકારે તેમનો એવોર્ડ અને આમંત્રણ પાછું ખેંચી લીધું છે. તેની સામે થયેલા ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સરકારે આ નિર્ણય લીધો છે. તેમજ હવે જાની માસ્ટરને આ કાર્યક્રમમાં ભાગ લેવા દેવાશે નહીં. માહિતી અને પ્રસારણ મંત્રાલયના રાષ્ટ્રીય પુરસ્કાર વિભાગ દ્વારા શુક્રવારે એક પરિપત્ર જારી કરવામાં આવ્યો છે.

અખબાર કહે છે કે, જાની માસ્ટરનો રાષ્ટ્રીય પુરસ્કાર પાછો ખેંચવામાં આવી રહ્યો છે. ઈન્દ્રાણી બોઝે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, આરોપોની ગંભીરતા અને કોર્ટ કેસને કારણે 2022 માટે શેખ જાનીનો શ્રેષ્ઠ કોરિયોગ્રાફીનો રાષ્ટ્રીય પુરસ્કાર સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દરમિયાન, જાની માસ્ટરે, 8 ઓક્ટોબરે દિલ્હીમાં યોજાનાર નેશનલ ફિલ્મ એવોર્ડ માટે જામીન લીધા છે. પરંતુ હવે આમંત્રણની સાથે એવોર્ડ પણ પાછો ખેંચી લેવામાં આવ્યો છે.

કોરિયોગ્રાફર 14 દિવસથી પોલીસ કસ્ટડીમાં છે-

જાની માસ્ટરની 19 સપ્ટેમ્બરે ગોવાથી ધરપકડ કરવામાં આવી હતી. તેને ગોવાથી હૈદરાબાદ લાવવામાં આવ્યો હતો. આ પછી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો. જાની માસ્ટર પર પોક્સો નો આરોપ છે. કોરિયોગ્રાફરની એક મહિલા સહાયકે દાવો કર્યો હતો કે, 2020માં મુંબઈમાં જાની માસ્ટર દ્વારા તેણીને જાતીય સતામણી કરવામાં આવી હતી. આ અંગે કોઈને ન કહેવાની ધમકી પણ આપવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા / ડો. માધવી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande