નવી દિલ્હી, 7 ઓક્ટોબર (હિ.સ.) બોલિવૂડમાં ઘણા લોકપ્રિય ગીતો ગાનાર લોકપ્રિય ગાયક અદનાન
સામીની માતા બેગમ નૌરીન સામી ખાનનું, નિધન થયું છે. અદનાનની માતાએ 77 વર્ષની વયે
અંતિમ શ્વાસ લીધા. અદનાને સોમવારે સોશિયલ મીડિયા દ્વારા આ સમાચાર શેર કર્યા હતા. આ
દુઃખદ સમાચાર સામે આવતા જ, અદનાનના ચાહકોએ કોમેન્ટ દ્વારા અદનાનની માતાને
શ્રદ્ધાંજલિ આપી હતી.
માતાના મૃત્યુ બાદ અદનાનની ઈમોશનલ પોસ્ટ - અદનાને તેની
માતાનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો અને તેની નીચે ઈમોશનલ પોસ્ટ લખી. અદનાને
લખ્યું, મારી માતા બેગમ
નૌરીન સામી ખાનના, નિધનની જાહેરાત કરતાં હું ખૂબ જ દુઃખી છું. અમે તેમના મૃત્યુથી
ખૂબ જ દુઃખી છીએ. મારી માતા એક અવિશ્વસનીય મહિલા હતી. તેઓ જેની સાથે સંપર્કમાં
આવ્યા હતા, તેમના પ્રત્યે તેઓ હંમેશા દયાળુ હતા, પ્રેમ અને ખુશી લાવતા. હું તેમને
ખૂબ જ યાદ કરું છું. તમે સૌ મારી પ્રિય માતાના આત્મા માટે પ્રાર્થના કરો.”
અદનાન સામીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, ફિલ્મ 'બજરંગી ભાઈજાન'માં અદનાન દ્વારા
ગાયેલું ગીત 'ભર દો ઝોલી મેરી' ખૂબ જ સફળ રહ્યું
હતું. અદનાન ઘણા વર્ષોથી ગીતો સાંભળીને મનોરંજનની દુનિયામાં ખૂબ જ સક્રિય છે.
અદનાને થોડા વર્ષો પહેલા વજન ઘટાડીને, જબરદસ્ત પરિવર્તન કર્યું હતું. આગામી ફિલ્મ ‘કસૂર’માં
દર્શકોને ફરી એકવાર અદનાનનું ગીત સાંભળવાનો મોકો મળશે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા/ ડો માધવી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ