બોડેલીના ફતેપુર ગામમાં જીવના જોખમે મજૂરી કરી રહેલા શ્રમિકો
છોટાઉદેપુર,07 ઓકટોબર (હિ.સ.) છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ફતેપુર ગામે શાળા પાસે એક વિશાળ પાણીની ટાંકી બનાવાઇ રહી છે. જ્યાં મોટી સંખ્યામાં મજૂરો કામ કરી રહ્યા છે. પ્રજાની સવલત માટે પાણીની ટાંકી બનાવવી એ ખૂબ સારી બાબત છે. પરંતુ આ કામગીરીમાં
જીવના


છોટાઉદેપુર,07 ઓકટોબર (હિ.સ.) છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ફતેપુર ગામે શાળા પાસે એક વિશાળ પાણીની ટાંકી બનાવાઇ રહી છે. જ્યાં મોટી સંખ્યામાં મજૂરો કામ કરી રહ્યા છે. પ્રજાની સવલત માટે પાણીની ટાંકી બનાવવી એ ખૂબ સારી બાબત છે. પરંતુ આ કામગીરીમાં મજૂરો જીવના જોખમે કામ કરી રહ્યા છે. જેના કારણે આવનારા સમયમાં કોઇ અજુગતી ઘટના બને તો જવાબદાર કોણ એવી ચર્ચા થઇ રહી છે. બોડેલી પંથકમાં ઘણા વિકાસના કામો તંત્ર દ્વારા હાથ ધરાયા છે. જે પ્રજાની સવલતો બાબતે ખૂબ સારી બાબત છે. પરંતુ આ બાંધકામની કામગીરી કરતા ગરીબ મજૂરો જીવના જોખમે ઘણીવાર કામ કરતા હોય છે. કોઇપણ જાતની સલામતી વગર આ કામગીરી કરવી એ હોનારતને નોતરું આપવા જેવી વાત છે. પરંતુ હવે એ જોવાનું રહ્યું કે પ્રજાની સુવિધાઓ ઉભી કરવાની સાથે મજૂરો પણ કેવી રીતે સલામત રહે છે. આ આબતે જિલ્લા વહીવટી તંત્રે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ અને ગરીબ આદિવાસી મજૂરોની સલામતી બાબતે વિચાર કરવો જોઈએ તેવી પ્રજાની માગ ઉઠી છે.

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande