નવી દિલ્હી, 7 ઓક્ટોબર (હિ.સ.) સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ, કલકતાની આરજી કર મેડિકલ કૉલેજ અને હોસ્પિટલ (આરજીકેએમસીએચ) માં તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા કેસના મુખ્ય આરોપી, સંજય રોય સામે ચાર્જશીટ દાખલ કરી છે. સીબીઆઈના જણાવ્યા અનુસાર, ચાર્જશીટમાં ગેંગ રેપના આરોપનો ઉલ્લેખ નથી. સીબીઆઈ એ તપાસ ચાલુ રાખી છે. સીબીઆઈ એ સોમવારે આ જાણકારી આપી.
સીબીઆઈ એ કલકતાના સિયાલદહમાં, એક વિશેષ અદાલત સમક્ષ દાખલ કરેલી ચાર્જશીટમાં જણાવ્યું હતું કે, સ્થાનિક પોલીસમાં નાગરિક સ્વયંસેવક તરીકે કામ કરતા સંજય રોયે, 9 ઓગસ્ટના રોજ કથિત રીતે ગુનો કર્યો હતો. સીબીઆઈના જણાવ્યા અનુસાર, આ ઘટના ત્યારે બની જ્યારે પીડિતા રજા દરમિયાન હોસ્પિટલના સેમિનાર રૂમમાં સૂવા માટે ગઈ હતી. સીબીઆઈના જણાવ્યા અનુસાર, ચાર્જશીટમાં ગેંગ રેપનો કોઈ ઉલ્લેખ નથી અને ચાર્જશીટમાં માત્ર સંજય રોય આરોપી છે.
હિન્દુસ્થાન સમાચાર / બિરંચી સિંહ / જિતેન્દ્ર તિવારી / ડો. હિતેશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ