
નવી દિલ્હી, 21 ડિસેમ્બર (હિ.સ.) કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી અને
પૃથ્વી વિજ્ઞાન રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે રવિવારે જણાવ્યું હતું કે,”
ઇલેક્ટ્રિક વાહનો (ઈવી) ભારતના વિકાસને
પર્યાવરણીય સંરક્ષણથી રોજગાર સર્જન સુધી આગળ ધપાવી રહ્યા છે.”
આજે ભારત મંડપમ ખાતે આયોજિત ઇલેક્ટ્રિક વાહન (ઈવી) એક્સ્પોમાં
જિતેન્દ્ર સિંહે સ્વચ્છ પરિવહન અને યુવા ઉદ્યોગસાહસિકતા માટેના વડાપ્રધાન નરેન્દ્ર
મોદીના વિઝન પર પ્રકાશ પાડ્યો.
તેમણે ઇલેક્ટ્રિક વાહન ક્ષેત્રમાં તકો વિશે યુવાનોમાં
જાગૃતિ અને વ્યાપક પહોંચની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે,” ગ્રીન અને
ટકાઉ ભવિષ્ય, વૈશ્વિક ભાગીદાર
તરીકે ભારતની વધતી જતી ભૂમિકા અને સ્વચ્છ ઉર્જા પ્રત્યેનો સર્વાંગી અભિગમ
ઇલેક્ટ્રિક ગતિશીલતાના વિકાસ માટે મુખ્ય આધારસ્તંભ છે.”
તેમણે કહ્યું કે,” ઇલેક્ટ્રિક ગતિશીલતા માત્ર પરિવહન અથવા
પર્યાવરણીય મુદ્દો નથી, પરંતુ
ઉદ્યોગસાહસિકતા, રોજગાર અને
આજીવિકા માટે એક શક્તિશાળી એન્જિન તરીકે ઉભરી રહી છે. વધુમાં, એમ્બ્યુલન્સ, ઇ-રિક્ષા, પેસેન્જર વાહનો
અને વાણિજ્યિક એપ્લિકેશનો જેવા વિવિધ ક્ષેત્રોમાં તેમનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે.”
તેમણે મેક ઇન ઇન્ડિયા ઇવી ઉત્પાદનો, ઘટકો અને સ્વચ્છ
ગતિશીલતા તકનીકોની વિશાળ શ્રેણીનું અવલોકન કર્યું અને તેમની સાથે વાર્તાલાપ કર્યો.
હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ