
પોંડેચેરી, નવી દિલ્હી, 21 ડિસેમ્બર
(હિ.સ.) સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા રવિવારે પોંડેચેરીના બીચ રોડ પર ફિટ
ઇન્ડિયા સાયક્લાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, લેફ્ટનન્ટ ગવર્નર
કૈલાશ નાથન, મુખ્યમંત્રી એન. રંગાસ્વામી, વિધાનસભા અધ્યક્ષ
સેલ્વમ, મંત્રી નમશિવાયમ અને
મુખ્ય સચિવ શરદ ચૌહાણ દ્વારા રંગબેરંગી ફુગ્ગાઓ ઉડાડીને કરવામાં આવ્યું હતું.
પદ્મ ભૂષણથી સન્માનિત હોકી ખેલાડીઓ પી.આર. શ્રીજેશ અને શરદ
કમલે પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે સાયક્લિંગ પર એક પુસ્તિકાનું પણ
વિમોચન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમને સંબોધતા, કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે,”
સાયક્લિંગ, જે ગયા વર્ષે
પાયલોટ ધોરણે શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં અઠવાડિયામાં ઓછામાં ઓછા 500 લોકો ભાગ લે છે, તે હવે દેશભરમાં
એક જન આંદોલન બની ગયું છે.”
તેમણે સમજાવ્યું કે,” હાલમાં દર રવિવારે એક લાખથી વધુ લોકો
સાયકલ ચલાવે છે. સાપ્તાહિક સાયકલિંગ માત્ર જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તન લાવતું
નથી પણ પર્યાવરણીય પ્રદૂષણ પણ ઘટાડે છે. એક કિલોમીટર સાયકલ ચલાવવાથી પ્રદૂષણના
ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે.” તેમણે કહ્યું કે,” દરેક નાગરિક આ પહેલમાં
ભાગ લઈ શકે છે.”
મુખ્યમંત્રી એન. રંગાસ્વામીએ જણાવ્યું હતું કે,” સ્વસ્થ
જીવન માટે અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વાર સાયકલ ચલાવવું જરૂરી છે.” તેમણે કહ્યું
કે,” વાહનો વિકાસનું પ્રતીક હોઈ શકે છે, પરંતુ શારીરિક સ્વાસ્થ્ય સૌથી મહત્વપૂર્ણ છે. સાયકલિંગ શરીર
અને મન બંનેને સ્વસ્થ રાખે છે. આ કાર્યક્રમ પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવ્યો
હતો અને હવે તેને એક વર્ષ પૂર્ણ થયું છે.”
તેમણે કહ્યું કે,” શારીરિક રીતે મજબૂત વ્યક્તિ કંઈપણ કરી
શકે છે અને રોગમુક્ત જીવન સૌથી મોટી સંપત્તિ છે. તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે
શાળાના વિદ્યાર્થીઓને મફત સાયકલ આપવામાં આવશે, કારણ કે સાયકલિંગ બાળકો માટે અત્યંત ફાયદાકારક છે.
અઠવાડિયામાં એકવાર સાયકલિંગ એ એક સારી આદત છે, જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રોત્સાહિત કરવામાં
આવી છે.”
આ પ્રસંગે અપડેટેડ ફિટ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશનનું પણ
ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ પછી, કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, વિધાનસભા અધ્યક્ષ
સેલ્વમ, મંત્રી નમશિવાયમ અને
અન્ય મહાનુભાવોએ બીચ રોડથી સેંચી રોડ અને સુભૈયા રોડ થઈને સાયકલ રેલીમાં ભાગ લીધો.
હિન્દુસ્થાન સમાચાર / ડૉ.વારાપ્રસાદ રાવ પીવી / ઉદય કુમાર
સિંહ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ