પ્રા.શાળાઓમાં વન્ય પ્રાણી સપ્તાહ સંદર્ભે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ
છોટાઉદેપુર,07 ઓકટોબર (હિ.સ.) છોટાઉદેપુર વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગ રૂપે વિવિધ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. સમગ્ર ગુજરાતમાં 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી શરૂ કરવામાં આવી છે. તેના ભાગરૂપે છોટાઉદેપુર
યોજાઈ


છોટાઉદેપુર,07 ઓકટોબર (હિ.સ.) છોટાઉદેપુર વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગ રૂપે વિવિધ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે.

સમગ્ર ગુજરાતમાં 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી શરૂ કરવામાં આવી છે. તેના ભાગરૂપે છોટાઉદેપુર વન વિભાગ હેઠળ છોટાઉદેપુર રેન્જ દ્વારા તાલુકાની અનેક પ્રાથમિક શાળાઓમાં ચિત્રસ્પર્ધા રાખવામાં હતી. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. એમાં પ્રથમ, બીજા અને ત્રીજા ક્રમે આવનારને પેન અને બોર્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને વન મંડળી દ્વારા જંગલની જાળવણી અને સંરક્ષણમાં સારી રીતે માવજત કરી જંગલ ઉભુ કરીને પર્યાવરણ જાળવણીમાં મોટો ફાળો રહ્યો છે. તે અંગેની બાળકોને સમજાય તેવી સરળ ભાષામાં સમજ આપી હતી. તેમજ રમત ગમતના સાધનો શાળાને વિતરણ કરવામાં આવ્યા હતા. અનેક પ્રાથમિક શાળામાં વન્ય જીવના જીવન અને હેબિટાટ વિશે વિડિયો દ્વારા સમજ આપવામાં આવી હતી.

આ રીતે તાલુકાના છેવાડાના ગામો સુધી કાર્યક્રમ કરવા અને વન્ય પ્રાણી સરંક્ષણ અને સંવર્ધન થાય અને પ્રજાજનોમા જાગૃતિ લાવવાના કાર્યક્રમો હાથ ધરેલ છે. આ બાબતે છોટાઉદેપુર રેન્જના આર.એફ.ઓ. નિરંજન રાઠવાએ માહિતી આપતા જણાવ્યું હતું કે તારીખ 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ રહી છે. જેમાં તાલુકાના વિવિધ ગામોના વનપાલ અને વન રક્ષક તથા રોજમદાર ભાઇ બહેનો જોડાયા છે. અને વન્ય પ્રાણી સપ્તાહના કાર્યક્રમને સારી રીતે પાર પાડી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande