કરાચી, નવી દિલ્હી, 18 નવેમ્બર (હિ.સ.)
પાકિસ્તાનમાં ગુટખા માફિયાઓ પર કાર્યવાહી કરવા માટે, સ્થપાયેલી ટાસ્ક ફોર્સ પર
મોટો ડાઘ લાગ્યો છે. કરાચીમાં ગુટખાના વેપારી પર દરોડા દરમિયાન ત્રણ મહિલા
પોલીસકર્મીઓ, કથિત રીતે પૈસાની ચોરી કરતી ઝડપાઈ હતી.
એઆરવાય ન્યૂઝ ચેનલ અનુસાર,’દરોડા દરમિયાન
યુસુફ અને હુસૈન નામના બે શકમંદોની ધરપકડ કરવામાં આવી હતી. ઘરમાંથી 100 કિલો ગુટખા અને
અન્ય સામગ્રી જપ્ત કરવામાં આવી હતી.’
નાયબ પોલીસ મહાનિરીક્ષક (ડીએસપી) આબિદ ફઝલના નેતૃત્વમાં
ઓરંગીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા પછી, પીડિતોના સંબંધીઓએ તેમના પર
ઘરમાંથી મોટી રકમની ચોરી કરવાનો આરોપ લગાવ્યો હતો. આ દરમિયાન મહિલા કોન્સ્ટેબલ
માહિરા 16 લાખ રૂપિયા સાથે
મળી આવી હતી, જ્યારે અન્ય
મહિલા કોન્સ્ટેબલ 900થી વધુ રિયાલ અને
કેટલાક દિરહામ સાથે મળી આવ્યા હતા. અન્ય અધિકારીઓએ તપાસ ટાળવાના પ્રયાસમાં પૈસા
ફેંકી દીધા.”
અહેવાલ છે કે, ધરપકડ કરાયેલી ત્રણ મહિલા પોલીસકર્મી માહિરા, અરામ અને
શાઝિયાને સસ્પેન્ડ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ