ભારતના વડાપ્રધાન મોદી, ગુયાના પહોંચ્યા
જ્યોર્જટાઉન (ગુયાના), નવી દિલ્હી, નવેમ્બર 20 (હિ.સ.) ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશોના પ્રવાસના છેલ્લા તબક્કામાં થોડા સમય પહેલા ગુયાના પહોંચ્યા હતા. તેઓ બ્રાઝિલનો પ્રવાસ પૂરો કરીને, અહીં પહોંચ્યા હતા. તેમણે પોતાના વિદેશ પ્રવાસની શરૂઆત નાઈજીર
ભારતના વડાપ્રધાન મોદી ગુયાના પહોંચ્યા


જ્યોર્જટાઉન (ગુયાના), નવી દિલ્હી, નવેમ્બર 20 (હિ.સ.) ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશોના પ્રવાસના છેલ્લા તબક્કામાં થોડા સમય પહેલા ગુયાના પહોંચ્યા હતા. તેઓ બ્રાઝિલનો પ્રવાસ પૂરો કરીને, અહીં પહોંચ્યા હતા. તેમણે પોતાના વિદેશ પ્રવાસની શરૂઆત નાઈજીરિયાથી કરી હતી.

વડાપ્રધાન મોદીએ, ગુયાના પહોંચવાનો આનંદ એક ચિત્ર સાથે એક્સ હેન્ડલ પર શેર કર્યો હતો. તેમણે લખ્યું કે, થોડા સમય પહેલા ગુયાનામાં ઉતર્યા, એરપોર્ટ પર મારું સ્વાગત કરવા પહોંચેલા રાષ્ટ્રપતિ ડૉ. ઈરફાન અલી, વડાપ્રધાન માર્ક એન્થની ફિલિપ્સ, વરિષ્ઠ પ્રધાનો અને અન્ય મહાનુભાવો નો હું આભાર માનું છું. મને વિશ્વાસ છે કે, આ મુલાકાત આપણા દેશો વચ્ચેની મિત્રતાને વધુ ગાઢ બનાવશે.

વડાપ્રધાન મોદી, આજે અને આવતીકાલે ગુયાનાની સરકારી મુલાકાતે જશે. 56 વર્ષમાં ગુયાનાની મુલાકાત લેનારા તેઓ પ્રથમ ભારતીય વડાપ્રધાન છે. તેમના પહેલા ઈન્દિરા ગાંધી 1968માં ગુયાના ગયા હતા. તેમની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી, ગુયાનાની સંસદની વિશેષ બેઠકને સંબોધિત કરશે. વડાપ્રધાન મોદી, કેરીકોમ-ઈન્ડિયા સમિટમાં પણ ભાગ લેશે. કેરેબિયન દેશ ડોમિનિકા, ગુયાનામાં વડાપ્રધાન મોદીને, તેના સર્વોચ્ચ સન્માન 'ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર'થી સન્માનિત પણ કરશે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande