ભારતીય સેના પ્રમુખ આજથી, નેપાળની પાંચ દિવસીય મુલાકાતે
કાઠમંડુ,નવી દિલ્હી, 20 નવેમ્બર (હિ.સ.) ભારતીય સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદી બુધવારે, નેપાળ પહોંચી રહ્યા છે. તેઓ નેપાળ આર્મીના માનદ મહારથીની પદવી પ્રાપ્ત કરવા માટે નેપાળ આવવાના છે. નેપાળી સેના અનુસાર, 21 નવેમ્બરે રા
ભારતીય સેના પ્રમુખ આજથી, નેપાળની પાંચ દિવસીય મુલાકાતે


કાઠમંડુ,નવી દિલ્હી, 20 નવેમ્બર (હિ.સ.)

ભારતીય સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદી બુધવારે, નેપાળ પહોંચી રહ્યા છે. તેઓ નેપાળ

આર્મીના માનદ મહારથીની પદવી પ્રાપ્ત કરવા માટે નેપાળ આવવાના છે. નેપાળી સેના

અનુસાર, 21 નવેમ્બરે

રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ દ્વારા, તેમને માનદ મહારથીનો દરજ્જો આપવાનો કાર્યક્રમ

છે.

નેપાળ અને ભારત એકબીજાના સેના પ્રમુખોને માનદ મહારથી

પુરસ્કારથી સન્માનિત કરવાની પરંપરા ધરાવે છે. આ પરંપરાને અનુસરીને ભારતીય સેના

પ્રમુખ પણ નેપાળ આવવાના છે. તેઓ 24 નવેમ્બર સુધી નેપાળમાં રહેશે. નેપાળની તેમની પાંચ દિવસીય

મુલાકાત દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ, વડાપ્રધાન કેપી શર્મા ઓલી, સંરક્ષણ મંત્રી

મનવીર રાય અને નેપાળી આર્મી ચીફ અશોક રાજ સિગદેલ સાથે ઔપચારિક બેઠક કરશે.

આજે બપોરે સ્પેશિયલ આર્મી એરક્રાફ્ટ દ્વારા, નેપાળ પહોંચ્યા

બાદ કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક ખાસ રૂમમાં નેપાળ સેનાના

ડેપ્યુટી ચીફ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. એરપોર્ટથી સીધા જ તેઓ સૈનિક મંચ

ટુંડીખેલ જશે અને બહાદુરી સ્મારક પર શ્રદ્ધાંજલિ આપશે. ઔપચારિક અને સૌજન્ય બેઠકો

ઉપરાંત તેઓ નેપાળ આર્મીના ચીફ ઓફ આર્મી સ્ટાફ સાથે દ્વિપક્ષીય સહયોગ પરની બેઠકમાં

પણ ભાગ લેશે.

આ ઉપરાંત તેઓ કમાન્ડ એન્ડ સ્ટાફ કોલેજના વિદ્યાર્થીઓ સાથે,

વાર્તાલાપ અને વેસ્ટર્ન કમાન્ડ હેડક્વાર્ટરની મુલાકાત પણ લેવાના છે. નેપાળ અને

ભારત 1950 થી એકબીજાના

આર્મી ચીફને પોતાના દેશના આર્મી ચીફનું માનદ પદવી આપવાની પરંપરા ધરાવે છે.

હિન્દુસ્થાન સમાચાર/પંકજ દાસ/સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande