વડાપ્રધાન મોદી, નાઈજીરિયાની મુલાકાત પૂર્ણ કરીને બ્રાઝિલ પહોંચ્યા 
રિયો ડી જેનેરિયો, નવી દિલ્હી, 18 નવેમ્બર (હિ.સ). ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, તેમના ત્રણ દેશોના પ્રવાસનો પ્રથમ તબક્કો પૂર્ણ કર્યો અને બીજા તબક્કામાં બ્રાઝિલના રિયો ડી જેનેરિયો પહોંચ્યા. પ્રધાનમંત્રી, 18 અને 19 નવેમ્બરે બ્રાઝિલમાં યોજાનારી 19મી જ
વડાપ્રધાન મોદી રિયો ડી જેનેરિયો પહોંચ્યા


રિયો ડી જેનેરિયો, નવી દિલ્હી, 18 નવેમ્બર (હિ.સ). ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, તેમના ત્રણ દેશોના પ્રવાસનો પ્રથમ તબક્કો પૂર્ણ કર્યો અને બીજા તબક્કામાં બ્રાઝિલના રિયો ડી જેનેરિયો પહોંચ્યા. પ્રધાનમંત્રી, 18 અને 19 નવેમ્બરે બ્રાઝિલમાં યોજાનારી 19મી જી-20 લીડર્સ સમિટમાં ભાગ લેશે. વડાપ્રધાને નાઈજીરીયામાં મુલાકાતનો પ્રથમ તબક્કો પૂર્ણ કર્યો.

વડાપ્રધાન મોદીએ, પોતાના એક્સ હેન્ડલ પર રિયો ડી જેનેરિયો એરપોર્ટની તસવીરો શેર કરી છે. વડા પ્રધાને તેમના એક્સ હેન્ડલ પર લખ્યું હતું કે, આ જી-20 માં ભાગ લેવાની રિયો ડી જેનેરિયોની તક છે, વડા પ્રધાનની ત્રણ દેશોની મુલાકાતનો ત્રીજો ચરણ 21 નવેમ્બરના રોજ સમાપ્ત થશે.

વડાપ્રધાન મોદી 16 નવેમ્બરે નવી દિલ્હીથી નાઈજીરિયા પહોંચ્યા હતા. ત્યાં 17 નવેમ્બરે રાષ્ટ્રપતિ વિલામાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે રાષ્ટ્રપતિ ટીનુબુ સાથે પણ બેઠક યોજી હતી. વડાપ્રધાન મોદી, રિયો ડી જેનેરિયોમાં આયોજિત જી-20 સમિટમાં ભાગ લીધા બાદ, ગયાના જવા રવાના થશે. તેઓ જ્યોર્જટાઉનમાં બીજા કેરીકોમ-ઈન્ડિયા સમિટમાં ભાગ લેશે. ગયાનાની મુલાકાત એ અર્થમાં ખાસ છે કે, 1968 પછી ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ મુલાકાત છે.

રશિયામાં બ્રિક્સની બેઠકના એક મહિનાથી પણ ઓછા સમયમાં વડાપ્રધાન મોદી બ્રાઝિલમાં ફરી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળી શકે છે. જી-20 કોન્ફરન્સ દરમિયાન વડાપ્રધાન મોદી અમેરિકી રાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત કરશે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande