રિયો ડી જેનેરિયો, 19 નવેમ્બર (હિ.સ). ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર અને તેમના ચીની સમકક્ષ વાંગ યી, બ્રાઝિલના રિયો ડી જેનેરિયો માં ચાલી રહેલી જી-20 સમિટની બાજુમાં એક બેઠકમાં મળ્યા હતા. બેઠકમાં પૂર્વી લદ્દાખના પર્વતીય ક્ષેત્રમાં ડેમચોક અને દેપસાંગની સરહદો પરથી બંને દેશોની સેનાઓ હટાવવાની પ્રક્રિયાની સમીક્ષા કરવામાં આવી હતી. સરહદો પર વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર મુકાબલાના બે બિંદુઓથી સૈનિકોને પાછા ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બંને પક્ષો વચ્ચે આ પ્રથમ ઉચ્ચ સ્તરીય બેઠક છે.
ભારતીય વિદેશ પ્રધાન જયશંકરે તેમના એક્સ હેન્ડલ પર લખ્યું, રિયોમાં જી-20 સમિટ દરમિયાન સીપીસી (ચીની કમ્યુનિસ્ટ પાર્ટી) પોલિટબ્યુરોના સભ્ય અને ચીનના વિદેશ મંત્રી, વાંગ યીને મળ્યા. અમે ભારત-ચીન સરહદી વિસ્તારોમાંથી તાજેતરની સૈન્ય વાપસી પ્રક્રિયામાં થયેલી પ્રગતિની નોંધ લીધી. અમારા દ્વિપક્ષીય સંબંધો તરફના આગામી પગલાઓ અંગે વિચારોની આપ-લે કરી. વૈશ્વિક પરિસ્થિતિ અંગે પણ ચર્ચા કરી હતી.
બ્રાઝિલ, બે દિવસીય (18-19 નવેમ્બર) જી-20 સમિટનું આયોજન કરી રહ્યું છે. વિશ્વના અગ્રણી રાજ્યોના વડાઓ સાથે, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમાં ભાગ લેવા માટે ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે પહોંચ્યા છે. આ પ્રતિનિધિમંડળના વરિષ્ઠ સભ્યોમાં વિદેશ મંત્રી જયશંકર પણ સામેલ છે.
હિન્દુસ્થાન સમાચાર/મુકુંદ/સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ