નવી દિલ્હી, 20 નવેમ્બર
(હિ.સ.) સ્થાનિક રેટિંગ એજન્સી ઇક્રાએ ચાલુ નાણાકીય વર્ષ 2024-25ના બીજા ક્વાર્ટર
જુલાઈ-સપ્ટેમ્બર માટે, દેશના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) દરના અંદાજને ઘટાડીને 6.5 ટકા કર્યો છે. જો કે, ચાલુ નાણાકીય વર્ષ માટે આર્થિક વિકાસ દરનો
અંદાજ 7 ટકા પર જાળવવામાં આવ્યો છે.
રેટિંગ એજન્સીએ બુધવારે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું
હતું કે,” ભારે વરસાદ અને નબળા કોર્પોરેટ પ્રદર્શનને કારણે, ચાલુ નાણાકીય વર્ષના
જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભારતનો વાસ્તવિક જીડીપી ગ્રોથ ઘટીને 6.5 ટકા થવાની
સંભાવના છે. જો કે, એજન્સીએ બીજા
અર્ધવાર્ષિક (ઓક્ટોબર-માર્ચ)માં આર્થિક પ્રવૃત્તિમાં તેજીની અપેક્ષાઓ વચ્ચે, સમગ્ર
નાણાકીય વર્ષ 2024-25 માટે આર્થિક વૃદ્ધિ દરનો અંદાજ સાત ટકા પર જાળવી રાખ્યો છે.”
નોંધનીય છે કે, વર્તમાન નાણાકીય વર્ષ 2024-25ના બીજા
ત્રિમાસિક ગાળાના આર્થિક વિકાસ દરના સત્તાવાર આંકડા 30 નવેમ્બરે આવવાની ધારણા છે.
પ્રથમ ક્વાર્ટરમાં દેશનો જીડીપી વૃદ્ધિ દર 6.7 ટકા હતો. ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ ચાલુ નાણાકીય વર્ષ માટે જીડીપી વૃદ્ધિ દર 7.2
ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / દધીબલ યાદવ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ