પટના,21 નવેમ્બર (હિ.સ) દિલ્હીથી દરભંગા જતી વિશેષ ટ્રેન 04068 ગઈકાલે રાત્રે બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લાના નરકટિયાગંજના હરિનગર રેલવે સ્ટેશન નજીક પાટા પરથી ઉતરી ગઈ હતી. જે બાદ ત્યાં અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે કોઈ જાન-માલનું નુકસાન થયું ન હતું.
અહેવાલ છે કે યાર્ડ પરિસરમાં એન્જિનની પાછળની એક બોગી પાટા પરથી ઉતરી ગઈ હતી. અચાનક આવેલા આંચકાથી ગભરાઈ ગયેલા મુસાફરો પોતાની સીટ પરથી ઉભા થઈ ગયા. થોડીવાર માટે અરાજકતાનો માહોલ સર્જાયો હતો. હરિનગર રેલવે સ્ટેશન પર ચાર કલાક ટ્રેન ઊભી રહી.
માહિતી મળતાં જ એઆરટીની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પાટા પરથી ઉતરેલી બોગીને અલગ કરી હતી. આ પછી આજે સવારે 3.55 કલાકે ટ્રેનને રવાના કરવામાં આવી હતી. સ્ટેશન માસ્ટર રિતેશ કુમારે જણાવ્યું કે સામાન્ય બોગી પાટા પરથી ઉતરી જવાને કારણે સ્પેશિયલ ટ્રેન અચાનક બંધ થઈ ગઈ. સ્પીડ વધુ ન હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.
હિન્દુસ્થાન સમાચાર/ગોવિંદ ચૌધરી/મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ