નવી દિલ્હી, 20 નવેમ્બર (હિ.સ.) ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા
(ટ્રાઈ)નું કહેવું છે કે,”
છેલ્લા ત્રણ મહિનામાં અનિચ્છનીય સંદેશાઓ સામે મળેલી ફરિયાદોની સંખ્યામાં ઘટાડો થયો
છે. લોકોને આ અનિચ્છનીય સંદેશાઓથી બચાવવાનાં પગલાં અસરકારક સાબિત થઈ રહ્યાં છે.”
ટ્રાઈએ સેવા પ્રદાતાઓ માટે, સંદેશાઓના સ્ત્રોત સુધી પહોંચવા માટે
જરૂરી પગલાં લેવાની સમયમર્યાદા હળવી કરી છે અને તેને આ મહિનાના અંત સુધી લંબાવી
છે. ટ્રાઈના એક્સેસ પ્રોવાઈડર્સ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ઓગસ્ટ 2024માં
અનરજિસ્ટર્ડ પ્રેષકો સામે, નોંધાયેલી ફરિયાદોની સંખ્યા 1.89 લાખ હતી.તે સપ્ટેમ્બર
2024માં ઘટીને 1.63 લાખ (ઓગસ્ટ 2024થી 13 ટકા ઘટી) અને ઓક્ટોબર 2024માં 1.51 લાખ
થઈ ગઈ (ઓગસ્ટ 2024 થી 20 ટકાનો ઘટાડો થયો છે).
ટેલિકોમ મંત્રાલયના જણાવ્યા અનુસાર,”ટ્રાઈએ 20 ઓગસ્ટે
મેસેજ ટ્રેસિબિલિટી વધારવા માટે સૂચનાઓ જારી કરી હતી અને 1 નવેમ્બરની સમયમર્યાદા
નક્કી કરી હતી. જો કે, પ્રિન્સિપલ
એન્ટિટીઝ (પીઈ) અને
ટેલીમાર્કેટર્સ (ટીએમ) દ્વારા, ટેકનિકલ
અપગ્રેડેશન અને શ્રેણીની ઘોષણા માટે વધુ સમયની માંગ સાથે, ટ્રાઈ, તેના ઓક્ટોબર
28ના નિર્દેશ અનુસાર, આ સમયગાળો 30
નવેમ્બર સુધી લંબાવ્યો છે.”
હિન્દુસ્થાન સમાચાર / અનુપ શર્મા / દધીબલ યાદવ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ