ગૌતમ અદાણી પ્રયાગરાજ મહાકુંભ મેળામાં પહોંચ્યા, ભંડારમાં ભક્તોને પ્રસાદ પીરસ્યો
પ્રયાગરાજ, નવી દિલ્હી, 21 જાન્યુઆરી (હિ.સ.). પ્રયાગરાજ મહાકુંભમાં દેશ-વિદેશથી કરોડો ભક્તો પહોંચી રહ્યા છે. આ દરમિયાન, અગ્રણી ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના ચેરમેન, ગૌતમ અદાણી પણ પહોંચ્યા. મંગળવારે મહાકુંભ મેળામાં ચાલી રહેલા ભંડારામાં, અદાણીએ પોતાના હાથે
મહાકુંભ મેળામાં ચાલી રહેલા ભંડારામાં, અદાણીએ પોતાના હાથે ભક્તોને પ્રસાદ પીરસ્યો.


પ્રયાગરાજ, નવી દિલ્હી, 21 જાન્યુઆરી (હિ.સ.). પ્રયાગરાજ મહાકુંભમાં દેશ-વિદેશથી કરોડો ભક્તો પહોંચી રહ્યા છે. આ દરમિયાન, અગ્રણી ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના ચેરમેન, ગૌતમ અદાણી પણ પહોંચ્યા. મંગળવારે મહાકુંભ મેળામાં ચાલી રહેલા ભંડારામાં, અદાણીએ પોતાના હાથે ભક્તોને પ્રસાદ પીરસ્યો.

આ પહેલા, અદાણી તેમની પત્ની સાથે મહાકુંભ નગરના સેક્ટર નંબર 18માં સ્થિત ઇસ્કોન વીઆઇપી કેમ્પ પહોંચ્યા, જ્યાં લોકોએ તેમનું સ્વાગત કર્યું. તેમણે મહાકુંભ 2025 મેળાની મુલાકાત લીધી. અદાણીએ, ઇસ્કોનના ભંડારમાં સેવા આપી હતી.

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં ભક્તોને મફત ભોજન પીરસવા માટે, અદાણી ગ્રુપે ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસ (ઇસ્કોન) સાથે હાથ મિલાવ્યા છે. આ અંતર્ગત, મહાકુંભમાં દરરોજ એક લાખ લોકોને મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે. આ સહયોગ, મહાપ્રસાદ સેવા પહેલનો એક ભાગ છે, જે 26 ફેબ્રુઆરી સુધી ચાલશે.

ગૌતમ અદાણીએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, તે અદ્ભુત, અનોખું અને અલૌકિક ! પ્રયાગરાજ આવ્યા પછી એવું લાગ્યું કે, જાણે સમગ્ર વિશ્વની શ્રદ્ધા, સેવા ભાવ અને સંસ્કૃતિઓ, માં ગંગાના ખોળામાં એક થઈ ગઈ હોય. કુંભની ભવ્યતા અને દિવ્યતાને જીવંત રાખનારા બધા ઋષિ-મુનિઓ, સંતો, કલ્પવાસીઓ અને ભક્તોની સેવા કરવા માટે તત્પર સરકાર-પ્રશાસન, સ્વચ્છતા કર્મચારીઓ અને સુરક્ષા દળોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. માં ગંગાના આશીર્વાદ આપણા બધા પર બની રહે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande