સ્વાસ્થ્ય એ મૌલિક અધિકાર, તેને સુનિશ્ચિત કરવાની અમારી સામૂહિક જવાબદારી છેઃ નડ્ડા
નવી દિલ્હી, 20 નવેમ્બર (હિ.સ.) ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ બુધવારે, ત્યાગરાજા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સ્પેશિયલ ઓલિમ્પિક્સ સ્વસ્થ એથ્લેટ્સનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે બો
જેપી


નવી દિલ્હી, 20 નવેમ્બર (હિ.સ.) ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના રાષ્ટ્રીય

અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ બુધવારે, ત્યાગરાજા સ્પોર્ટ્સ

કોમ્પ્લેક્સમાં સ્પેશિયલ ઓલિમ્પિક્સ સ્વસ્થ એથ્લેટ્સનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે

બોલતા નડ્ડાએ જણાવ્યું હતું કે,” સ્વાસ્થ્ય એ મૂળભૂત અધિકાર છે અને દરેક વ્યક્તિ

તેની પૃષ્ઠભૂમિ અથવા ક્ષમતાને ધ્યાનમાં લીધા વિના, તંદુરસ્ત જીવન માટે જરૂરી સંસાધનો સુધી પહોંચે

તે સુનિશ્ચિત કરવાની અમારી સામૂહિક જવાબદારી છે. ભારત સરકાર વિવિધ યોજનાઓ અને

કાર્યક્રમો દ્વારા આ લક્ષ્ય તરફ અથાક મહેનત કરી રહી છે.”

નડ્ડાએ જણાવ્યું હતું કે,” બૌદ્ધિક અને વિકાસલક્ષી

વિકલાંગતા (આઈડીડી) ધરાવતી

વ્યક્તિઓને પર્યાપ્ત તબીબી સંભાળ પૂરી પાડવા માટે આરોગ્ય સંભાળ વ્યાવસાયિકોની

કુશળતાને વધારવી જરૂરી છે. તેઓને માત્ર શારીરિક લક્ષણો ઓળખવા માટે જ નહીં પરંતુ આઈડીડીધરાવતા લોકોની

ચોક્કસ જરૂરિયાતો પૂરી કરવા માટે પણ તાલીમ આપવી જોઈએ. આમાં આરોગ્યની ચોક્કસ

ચિંતાઓને સમજવી, સરળ ભાષાનો ઉપયોગ

કરીને અસરકારક રીતે વાતચીત કરવી, સહાયક ઉપકરણોનો ઉપયોગ કરવો અને તેમની જરૂરિયાતોને અનુરૂપ

કરુણાપૂર્ણ સંભાળ પૂરી પાડવાનો સમાવેશ થાય છે.”

આ પ્રસંગે બોલતા, તેમણે સ્પેશિયલ ઓલિમ્પિક્સ ઈન્ડિયા દ્વારા આરોગ્ય

વ્યવસાયિકોને સમાવિષ્ટ, આરોગ્ય સંભાળ પ્રણાલી વિકસાવવાની તકો પૂરી પાડવા માટે

કરવામાં આવી રહેલા નોંધપાત્ર કાર્યની પ્રશંસા કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande