પાટણ નગરપાલિકાને વીજબીલ ચૂકવણી માટે રાજ્ય સરકારની 3 કરોડની રાહત
પાટણ, 21 નવેમ્બર (હિ.સ.) પાટણ નગરપાલિકાને તેના સ્ટ્રીટલાઈટ, વોટર સપ્લાય અને ગટર પંપિંગ સ્ટેશનોના વીજબીલો માટે રાજ્ય સરકારે વીજબીલ પ્રોત્સાહન યોજનાથી રૂ. 3,03,00,000 મંજૂર કર્યા છે. ઉત્તર ગુજરાત વીજ કંપનીના વર્ષોથી બાકી 34 કરોડના વીજબીલોના લેણા માટે
પાટણ નગરપાલિકાને વીજબીલ ચૂકવણી માટે રાજ્ય સરકારની 3 કરોડની રાહત


પાટણ, 21 નવેમ્બર (હિ.સ.)

પાટણ નગરપાલિકાને તેના સ્ટ્રીટલાઈટ, વોટર સપ્લાય અને ગટર પંપિંગ સ્ટેશનોના વીજબીલો માટે રાજ્ય સરકારે વીજબીલ પ્રોત્સાહન યોજનાથી રૂ. 3,03,00,000 મંજૂર કર્યા છે. ઉત્તર ગુજરાત વીજ કંપનીના વર્ષોથી બાકી 34 કરોડના વીજબીલોના લેણા માટે આ રકમ ફાળવવામાં આવી છે, જેના બદલામાં નગરપાલિકાને સરકારના નક્કી કરેલા શરતોનું પાલન કરવું પડશે.

રાજ્ય સરકારની જાહેરાત મુજબ પાટણ નગરપાલિકાએ આ રકમ વીજ કંપનીને તાત્કાલિક ચૂકવી તેની વિગતો ફાઇનાન્સ બોર્ડને મોકલવી રહેશે. આ રકમ અન્ય હેતુ માટે વાપરવા પર નગરપાલિકાના ચીફ ઓફિસર અને એકાઉન્ટન્ટને જવાબદાર ઠરાવવામાં આવશે. લોનના હપ્તાની ચૂકવણી 10 હપ્તામાં કરવામાં આવશે, નહીંતર તે નગરપાલિકાને ફાળવવામાં આવનારી ગ્રાંટમાંથી વસુલવામાં આવશે.

વિજ બીલ પ્રોત્સાહન યોજનામાં રાજ્યની 23 નગરપાલિકાઓને કુલ રૂ. 90 કરોડ ફાળવવામાં આવ્યા છે, જેમાં પાટણ નગરપાલિકાને 3.03 કરોડ અને ચાણસ્મા નગરપાલિકાને 2.73 કરોડની રકમ મંજૂર થઈ છે. નગરપાલિકાઓએ વેરા વસુલાતમાં વધારો અને વીજ ઇન્સ્પેક્શન કરવાની શરતોનું પાલન કરવું જરૂરી છે.

આ યોજનાનું સંચાલન શહેરી વિકાસ વિભાગની સમિતિ દ્વારા થાય છે, જે 2023-24ની બચત અને 2024-25માં ફાળવેલ 90 કરોડમાંથી નગરપાલિકાઓને રાહત પૂરી પાડે છે. પાટણ નગરપાલિકા માટે આ નાણાં વીજબીલ ચુકવણીઓમાં રાહત પૂરી પાડીને કામગીરી સુધારવામાં મહત્વનું યોગદાન આપશે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande