ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ, 13 મુદ્દાઓને મંજુરી આપવામાં આવી
ગાંધીનગર, 21 નવેમ્બર (હિ.સ.) : આજરોજ મેયર મીરાબેન પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભાની મિટિંગ રાખવામાં આવેલ. જેમાં મેયર મીરાબેન પટેલ ઉપરાંત ડે. મેયર નટવરજી ઠાકોર, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ગૌરાંગભાઇ વ્યાસ, શાસક પક્ષના નેતા અનિલસિંહ
ગાંધીનગર મહાનગરપાલિકા


ગાંધીનગર મહાનગરપાલિકા


ગાંધીનગર મહાનગરપાલિકા


ગાંધીનગર, 21 નવેમ્બર (હિ.સ.) : આજરોજ મેયર મીરાબેન પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભાની મિટિંગ રાખવામાં આવેલ. જેમાં મેયર મીરાબેન પટેલ ઉપરાંત ડે. મેયર નટવરજી ઠાકોર, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ગૌરાંગભાઇ વ્યાસ, શાસક પક્ષના નેતા અનિલસિંહ વાઘેલા તથા દંડક સેજલબેન પરમાર તથા તમામ કાઉન્સિલરો અને ગાંધીનગર મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનરઓ તથા અધિકારીઓ હાજર રહેલ હતા.

જેમાં એજન્ડા મુજબના તમામ મુદ્દાઓને મંજુરી આપવામાં આવેલ. આ ઉપરાંત શાસકપક્ષના નેતા અનિલસિંહ વાઘેલા દ્વારા રજુ કરવામાં આવેલ અન્ય બે મુદ્દાઓ જેવા કે ‘પેથાપુર ખાતે ઉચ્ચતર માધ્યમિક શાળા બનાવવી તથા ઢોર નિયંત્રણ પોલીસીમાં સુધારા કરવા’ આ બન્ને મુદ્દાઓને પણ મંજુરી આપવામાં આવેલ.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande