સુરતમાં ઘરના બંધ રૂમમાં લાગી આગ, પરિણીતા બળીને થઈ ગઈ ભડથૂં
સુરત, 21 નવેમ્બર (હિ.સ.)-સુરતમાં આગના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે પાંડેસરા વિસ્તારમાં આવેલા એક ઘરમાં આગ લાગી ગઈ હતી. મળસ્કે 4 વાગ્યે લાગેલી આગમાં 24 વર્ષીય પરિણીતા ગંભીર રીતે દાઝી ગઈ હતી. જો કે, સારવાર મળે તે અગાઉ પરિણીતાનું મોત નીપજ્યું હતું.
Surat fire


સુરત, 21 નવેમ્બર (હિ.સ.)-સુરતમાં આગના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે પાંડેસરા વિસ્તારમાં આવેલા એક ઘરમાં આગ લાગી ગઈ હતી. મળસ્કે 4 વાગ્યે લાગેલી આગમાં 24 વર્ષીય પરિણીતા ગંભીર રીતે દાઝી ગઈ હતી. જો કે, સારવાર મળે તે અગાઉ પરિણીતાનું મોત નીપજ્યું હતું. આગ લાગી એ ખાટલા સહિતની વસ્તુઓ બળી નથી. જેથી આગ લાગી કે આત્મહત્યા તે અંગે સવાલો ઉભા થયા છે.

પાંડેસરા વિસ્તારના તેરેનામ ચોકડી પાસે આવેલ સત્યનારાયણ નગરના એક ઘરમાં આગ લાગી હતી. વહેલી સવારે 4 વાગ્યે આગ લાગી હતી. આગ લગતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે સ્થાનિકોએ ઘરનું દરવાજો તોડી આગ ઉપર પાણી મારી આગ કાબુમાં લીધો હતો. જોકે તે સાથે પરણીતાને બચાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ પરિણીતા બચી શકી નઈ હતી. વેસુ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જેણે તપાસ હાથ ધરી હતી. બાદમાં પોલીસને જાણ કરી હતી.

પોલીસે મૃતક પરિણીતાની બોડીનો કબ્જો લઇ નવી સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. મૃતક પરણીતાનું નામ અંજલી રાકેશ તિવારી હતું. જેઓ 24 વર્ષના હતાં. જેઓને એક રૂમમાં બંધ કરવા આવ્યો હતો બહારથી દરવાજાને તાળું મારવામાં આવ્યું હતું. એ જ રૂમમાં કોઈક રીતે આગ લાગી હતી. હવે આગ લાગી હતી? આગ લગાવવામાં આવી હતી? કે પછી પરિણીતા એ આપઘાત કર્યો છે? સમગ્ર મામલે પાંડેસરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande