ગીર સોમનાથ 21 નવેમ્બર (હિ.સ.) .મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે પધાર્યા. સોમનાથ ખાતે સોમનાથના ટ્રસ્ટી શ્રી જે. ડી.પરમાર સાહેબ અને ટ્રસ્ટના સચિવ શ્રી યોગેન્દ્રભાઈ દેસાઈ સાહેબે મુખ્યમંત્રીશ્રીનું પુષ્પગુચ્છ વડે સ્વાગત અભિવાદન કર્યું. માન.મુખ્યમંત્રી શ્રી એ સોમનાથ મહાદેવના દર્શન અને ગંગાજળ અભિષેક કરી શ્રી સોમનાથ મહાદેવને પૂજા સામગ્રી અને પુષ્પમાળા અર્પણ કરી મુખ્યમંત્રીશ્રી સાથે પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઇ બરાએ શ્રી સોમનાથ મહાદેવની સોમેશ્વર પૂજા કરી ધન્યતાનો અનુભવ વ્યક્ત કર્યો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ