હારીજ કોર્ટમાં 2003ના વાગોસણ ગામે થયેલી મારામારીના કેસમાં નિર્ણય
પાટણ, 24 નવેમ્બર (હિ.સ.). હારીજ તાલુકાના વાગોસણ ગામે 2003માં થયેલી મારામારીના કેસમાં હારીજની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કે.એન.પુરાણીએ 15 આરોપીઓને દોષિત ઠરાવી સજા ફટકારી છે. બે પક્ષો વચ્ચે સામસામી ફરિયાદોના આ કેસમાં પ્રથમ પક્ષના 9 અને બીજા પક્ષના 6 આરોપીઓ
હારીજ કોર્ટમાં 2003ના વાગોસણ ગામે થયેલી મારામારીના કેસમાં નિર્ણય


પાટણ, 24 નવેમ્બર (હિ.સ.). હારીજ તાલુકાના વાગોસણ ગામે 2003માં થયેલી મારામારીના કેસમાં હારીજની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કે.એન.પુરાણીએ 15 આરોપીઓને દોષિત ઠરાવી સજા ફટકારી છે. બે પક્ષો વચ્ચે સામસામી ફરિયાદોના આ કેસમાં પ્રથમ પક્ષના 9 અને બીજા પક્ષના 6 આરોપીઓને IPCની વિવિધ કલમો હેઠળ કેદ અને દંડની સજા કરાઈ છે. કેસ દરમિયાન બંને પક્ષના એક-એક આરોપીનું મૃત્યુ પામ્યું હતું, જેથી તેમને એબેટ કરાયા હતા.

આ કેસમાં પહેલું પક્ષના દલાભાઈ પચાણભાઈ નાડોદા સહિત પાંચ આરોપીઓને IPC કલમ 326 હેઠળ ત્રણ વર્ષની સાદી કેદ અને રૂ.3000 દંડ ફટકારવામાં આવ્યો. IPC કલમ 452 હેઠળ આ જ આરોપીઓને એક વર્ષની કેદ અને રૂ.1000નો દંડ થયો છે. IPC કલમ 324 અને 323 અંતર્ગત 10 આરોપીઓને પણ એક વર્ષની કેદ અને રૂ.1000 દંડની સજા કરવામાં આવી.

આ તમામ આરોપીઓને IPC કલમ 147 અને 148 મુજબ એક વર્ષની સાદી કેદ અને રૂ.1000ના દંડની પણ સજા ફટકારવામાં આવી હતી.

ક્રોસ કેસમાં દોષિત ઠરાયેલા 6 આરોપીઓને IPC કલમ 324, 147, 148 અંતર્ગત એક વર્ષની સાદી કેદ ફટકારી હતી. IPC કલમ 323 અંતર્ગત તેમને છ મહિનાની સાદી કેદ અને દંડ કરવામાં આવ્યો.

કોર્ટે બંને કેસમાં સરકારી વકીલ દિનેશભાઈ બ્રહ્મભટ્ટની દલીલો માન્ય રાખી આ નિર્ણય આપ્યો. પ્રથમ કેસમાં શારીરિક ઈજાઓ અને ગેરકાયદેસર મંડળીના બનાવો સુનાવણીના આધાર બન્યા, જ્યારે ક્રોસ કેસમાં ખેતરના માર્ગ પરની બોલાચાલીની અદાવત મુદ્દાર રહી.

હિન્દુસ્થાન સમાચાર


 rajesh pande