પોરબંદરની સરકારી હોસ્પિટલમાં  અમુક દવાઓની અછત
પોરબંદર, 24 નવેમ્બર (હિ.સ.). પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં દુઃખાવાની તેમજ થાઈરોઈડની અમુક દવાની અછત જોવા મળી રહી છે, જેથી દર્દીઓને મુશ્કેલી પડી રહી હોવાથી યોગ્ય કરવું જરૂરી બન્યું છે. પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં જિલ્લાભરના દર્દીઓ સારવાર મ
પોરબંદરની સરકારી હોસ્પિટલમાં  અમુક દવાઓની અછત


પોરબંદર, 24 નવેમ્બર (હિ.સ.). પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં દુઃખાવાની તેમજ થાઈરોઈડની અમુક દવાની અછત જોવા મળી રહી છે, જેથી દર્દીઓને મુશ્કેલી પડી રહી હોવાથી યોગ્ય કરવું જરૂરી બન્યું છે. પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં જિલ્લાભરના દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. હાલ મેડીકલ કોલેજ હસ્તકના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા દર્દીઓને નાની-મોટી તમામ બિમારીઓની સુંદર સારવાર ભાવસિંહજી હોસ્પિટલમાં દર્દીઓને મળી રહે છે પરંતું આ હોસ્પિટલમાં દર્દીઓ માટે થાઈરોઈડ અને દુઃખાવાની અમુક દવાનો હાલ અભાવ જોવા મળે છે. હોસ્પિટલની દવાબારી ખાતે આ દવા નહીં મળતી હોવાથી દર્દીઓને આ દવા લેવા માટે ખાનગી મેડીકલનો સહારો લેવો પડે છે. આથી દર્દીઓને પડતી મુશ્કેલીનું નિવારણ કરવામાં આવે તથા ખૂટતી દવાઓ ઉપલબ્ધ કરવામાં આવે તેવી દર્દીઓમાં અને તેમના સગા-સબંધીઓમાં માંગ ઉઠી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande