પોરબંદર, 24 નવેમ્બર (હિ.સ.). પોરબંદરનો એક યુવાન છરી સાથે અને વિસાવાડાનો એક યુવાન છરા સાથે મળી આવતા પોલીસે બંને સામે હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરવા અંગે ગુનો દાખલ કર્યો હતો. જેમાં વિસાવાડાનો યુવાન પીધેલી હાલતમાં હોવાથી તેની સામે પ્રોહીબીશનનો ગુનો પણ નોંધાયો હતો.પોરબંદરના કર્લી પુલ વિસ્તારમાં રહેતો રામકલ્યાણ લખનભાઈ બાવરી (ઉ. વર્ષ 20) પોતાના કબજામાં ગેરકાયદે છરી રાખી કર્લી પુલ જાહેર રોડ પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે પોલીસે તેને ઝડપી લઈને રૂપિયા 20 ની કિંમતની છરી જપ્ત કરી ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરી હતી.આ જ રીતે વિસાવાડા ગામે જસાણી ફળીયામાં રહેતો ભરત મુરુભાઈ કેશવાલા (ઉ. વર્ષ 29) પોતાના કબજામાં રૂપિયા 50 ની કિંમતના છરા સાથે કુછડી ગામના પાણીના ટાંકા પાસે રોડ પરથી મળી આવતા પોલીસે તેની પણ અટકાયત કરી હતી અને જિલ્લા મેજીસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધ્યો હતો. પોલીસે ભરતની અટકાયત કરી ત્યારે તે ગેરકાયદે રીતે કેફી પીણું પીધા બાદ નશો કરેલી હાલતમાં હોવાથી તેની સામે પ્રોહીબીશન કલમ હેઠળ પણ ગુનો દાખલ થયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya