અમિત શાહના રાજીનામાની માંગણી સાથે, કોંગ્રેસ આગામી સપ્તાહે દેશવ્યાપી અભિયાન શરૂ કરશે 
-આવતા સપ્તાહને આંબેડકર સન્માન સપ્તાહ તરીકે ઉજવવામાં આવશે નવી દિલ્હી, 21 ડિસેમ્બર (હિ.સ.). કોંગ્રેસ પાર્ટીએ, આંબેડકરના મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ સાથે દેશવ્યાપી આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે. મુખ્ય વિરોધ પક્ષ આગામી સપ્તા
કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ


-આવતા સપ્તાહને આંબેડકર સન્માન સપ્તાહ તરીકે ઉજવવામાં આવશે

નવી દિલ્હી, 21 ડિસેમ્બર (હિ.સ.). કોંગ્રેસ પાર્ટીએ, આંબેડકરના મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ સાથે દેશવ્યાપી આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે. મુખ્ય વિરોધ પક્ષ આગામી સપ્તાહને આંબેડકર સન્માન સપ્તાહ તરીકે ઉજવશે.

કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે આજે અહીં એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમારું આંદોલન ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માગણી સાથે ચાલુ રહેશે. બાબાસાહેબ આંબેડકરના વારસાને બચાવવા માટે, અમે મનુસ્મૃતિના ઉપાસકો સામે લડીશું. કોંગ્રેસ પક્ષ આગામી સપ્તાહને ડૉ. આંબેડકર સન્માન સપ્તાહ તરીકે ઉજવશે.

તેમણે કહ્યું કે, કોંગ્રેસના તમામ સાંસદો, વરિષ્ઠ નેતાઓ અને કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યો 22-23 ડિસેમ્બરે દેશભરમાં તેમના મતવિસ્તારો અને ગૃહ જિલ્લાઓમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. 24 ડિસેમ્બરે અમે દેશભરમાં બાબાસાહેબ આંબેડકર સન્માન માર્ચ કાઢીશું અને અમિત શાહના રાજીનામાની માંગ સાથે, જિલ્લા કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિને આવેદન આપીશું. કોંગ્રેસના તમામ કાર્યકરો બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે અને પદયાત્રા કરશે. કૂચ દરમિયાન તેઓ બાબા સાહેબ આંબેડકરની વિશાળ તસવીર રાખશે અને તેમની મુખ્ય માંગણીઓ સાથેના મોટા પ્લેકાર્ડ સાથે રાખશે.

કોંગ્રેસના મહાસચિવ વેણુગોપાલે જણાવ્યું હતું કે 26-27 ડિસેમ્બરના રોજ, અમે બેલાગવીમાં કોંગ્રેસ કાર્યકારી સમિતિનું વિસ્તૃત સત્ર અને એક મેગા રેલીનું આયોજન કરીશું, જ્યાં અમે ડૉ. આંબેડકર અને તેમના આદર્શો પ્રત્યે અમારી પ્રતિબદ્ધતાને પુનરોચ્ચાર કરીશું.

ઉલ્લેખનીય છે કે, સંસદના શિયાળુ સત્ર દરમિયાન રાજ્યસભામાં બંધારણની 75 વર્ષની સુવર્ણ યાત્રા પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય મંત્રી અમિત શાહે પોતાના જવાબમાં બાબા સાહેબ આંબેડકરના યોગદાનની પ્રશંસા કરી હતી. જો કે, કોંગ્રેસે તેમના ભાષણના 11 સેકન્ડના ભાગને વિવાદાસ્પદ ગણાવ્યો અને તેને બાબા સાહેબનું અપમાન ગણાવ્યું. કોંગ્રેસ આ મુદ્દે સત્તાધારી ભાજપ અને અમિત શાહ પર પ્રહારો કરી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / દધીબલ યાદવ / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande