મોરબીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પ્રથમ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરાઈ
મોરબી/અમદાવાદ,21 ડિસેમ્બર (હિ.સ.) સમગ્ર દેશમાં 21 ડિસેમ્બરની પ્રથમ વખત વિશ્વ ધ્યાન દિવસ તરીકેની ઉજવણી સાથે મોરબીમાં ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને દુર્લભજી દેથરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે મોરબી-માળીય
Gujarat State Yoga Board celebrated the first World Meditation Day in Morbi


Gujarat State Yoga Board celebrated the first World Meditation Day in Morbi


મોરબી/અમદાવાદ,21 ડિસેમ્બર (હિ.સ.) સમગ્ર દેશમાં 21 ડિસેમ્બરની પ્રથમ વખત વિશ્વ ધ્યાન દિવસ તરીકેની ઉજવણી સાથે મોરબીમાં ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને દુર્લભજી દેથરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે મોરબી-માળીયા ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ

ભારતની સંસ્કૃતિને વિશ્વ ક્ષેત્રે ઉજાગર કરી છે. તેમના પ્રયાસોથી ભારત વિશ્વના નકશામાં ઉભરી આવ્યું છે. વધુમાં તેમણે સૌને મનથી મક્કમ બની આપણા આ મહામૂલા શરીરનો માનવ સેવા માટે ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.

ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજી દેથરીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગની વિશેષ મહત્વ આપ્યું જે વિશ્વના અનેક દેશોએ સ્વીકાર્યું અને 21 જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરવામાં આવી. આજે એવી જ રીતે ભારતીય સંસ્કૃતિનું મહત્વનું અંગ એવા ધ્યાનને પણ વિશ્વએ સ્વીકાર્યું અને 21 ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે

ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

21 ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઉજવણી કરવાના ભાગરૂપે સમગ્ર દેશની સાથે ગુજરાત રાજ્યમાં પણ રમત- ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તમામ જિલ્લાઓમાં વિશ્વ ધ્યાન દિવસની ઉજવણીના ભાગરૂપે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મોરબીમાં પણ શ્રી શ્રી હોલ ખાતે વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરબી શહેર અને જિલ્લામાંથી અનેક ધ્યાન સાધકોએ ઉપસ્થિત રહી ધ્યાન ધર્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande