સુરત, 21 ડિસેમ્બર (હિ.સ.)ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વિશ્વ ધ્યાન દિવસની ઉજવણીના ભાગરૂપે કેનાલ રોડ સુરત ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સમર્પણ ધ્યાન સંસ્થા દ્વારા રામાયણ ફાર્મ, વલથાણ પુણા કેનાલ રોડ સુરત ખાતે વિશ્વ ધ્યાન દિવસની ધ્યાન સાધના સાથે ઉજવણી કરવામાં આવી હતી.
આ મહાધ્યાન શિબિરમાં 3000 વધુ યોગ અબે ધ્યાનસાધકોએ ભાગ લીધો હતો. રાજ્ય યોગ બોર્ડના સુરત જિલ્લા કોર્ડિનેટરશ્રી ડો. દિશા જાની તથા તેમની ટીમ અને સમર્પણ ધ્યાન યોગ સંસ્થાના અધ્યક્ષ જનકભાઈ હિરપરા તથા ધર્મેશભાઈ ગાબાણી અને તેમની ટીમે ધ્યાન શિબિરને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
નોંધનીય છે કે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભા-યુનોએ આ વર્ષથી તા.21 ડિસેમ્બરના દિવસને ‘વિશ્વ ધ્યાન દિવસ’ તરીકે જાહેર કર્યો છે, જેના ભાગરૂપે વિશ્વમાં સૌપ્રથમ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે