ગૃહ રાજ્યમંત્રી શેખી મારવાને બદલે રાજીનામું આપે’: ધારાસભ્ય ચૈતર વસાવા 
- અન્ય રાજ્યમાં ઘટના બને તો સલાહ આપો છો, અહીં કેમ કોઈ બોલ્યું નહીં વડોદરા/અમદાવાદ,21 ડિસેમ્બર (હિ.સ.) ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે થયેલા દસ વર્ષીય બાળકી પર દુષ્કર્મ ઘટનાના પડઘા ગુજરાત સહિત દેશભરમાં પડ્યા છે, ત્યારે હવે આ બાળકીની સ્થિતિ જાણવા વિપક્ષી
Minister of State for Home Affairs should resign instead of bragging MLA Chaitar Vasava


- અન્ય રાજ્યમાં ઘટના બને તો સલાહ આપો છો, અહીં કેમ કોઈ બોલ્યું નહીં

વડોદરા/અમદાવાદ,21 ડિસેમ્બર (હિ.સ.) ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે થયેલા દસ વર્ષીય બાળકી પર દુષ્કર્મ ઘટનાના પડઘા ગુજરાત સહિત દેશભરમાં પડ્યા છે, ત્યારે હવે આ બાળકીની સ્થિતિ જાણવા વિપક્ષી નેતાઓની હરોળ જામી છે. સૌ પ્રથમ ઝારખંડ સરકારના મંત્રી ભરૂચના ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનનારી 10 વર્ષની બાળકી જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી છે. ભોગ બનનારી ઝારખંડની બાળકી અને તેના પરિવારને ત્યાંના ગ્રામીણ અને પંચાયતી રાજ મંત્રી દીપિકા પાંડે સિંહ મળવા માટે વડોદરા આવ્યાં હતાં. અને ત્યાર બાદ ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ પીડિતા અને પરિવારની મુલાકાત લીધી હતી, ત્યારે આજે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા બાળકીની સ્થિતિ જાણવા સયાજી હોસ્પિટલ પહોંચ્યા હતા.

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, ઝઘડિયા ખાતે જે 10 વર્ષની માસૂમ દીકરી સાથે દુષ્કર્મની ઘટના ઘટી હતી તેની તબિયત અને સ્થિતિ શું છે તે જોવા માટે અમે SSG હોસ્પિટલ વડોદરા આવ્યા છીએ. ડોક્ટરોની પૂરી ટીમ સાથે અમે ચર્ચા કરી ત્યારે જાણવા મળ્યું કે તેની તબિયત ખૂબ જ નાજુક છે. ડોક્ટરની ટીમ સંપૂર્ણ પ્રયાસો કરી રહી છે. પ્રયત્ન કરી રહી છે કે દીકરીને કોઇપણ પ્રકારે આ પરિસ્થિતિમાંથી બહાર લાવી શકાય. દીકરીના માતા-પિતાને પણ અમે મળ્યા છીએ. દીકરીની માતાની પણ હવે હિંમત ખુટી ગઈ હોય એવી સ્થિતિ છે. તેમની સાથે અમે બેઠા અને તેઓ ખુબ દુ:ખી છે. ત્યારે આજે દીકરીના પરિવારને હિંમત અને સાત્વના આપવા માટે અમે અહીંયા આવ્યા છીએ.

ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, આ સાથે ગુજરાત સરકારને કહેવા માગું છું કે, આપણે જે સુરક્ષિત ગુજરાતની વાતો કરીએ છીએ. મહિલા સલામતીની વાતો કરીએ છીએ. આપણે બેટી પઢાવો બેટી બચાવોની વાતો કરીએ છીએ. પણ આપણું ગુજરાત સુરક્ષિત નથી. કોઇપણ દેશમાં કે કોઇપણ રાજ્યમાં આવી ઘટના ઘટવી ન જોઇએ. જ્યાં પણ ઘટના ઘટે તે નિંદનીય છે. જ્યારે બીજા રાજ્યમાં કોઇ ઘટના ઘટે છે ત્યારે આપણા મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી બીજા રાજ્યના મુખ્યમંત્રી કે સરકારને સલાહ આપવા નીકળે છે. લાંબા લાંબા ટ્વિટર પર ટ્વીટ કરે છે. કેન્ડલ માર્ચ કાઢવામાં આવે છે. જ્યારે આ શ્રમજીવીની દીકરી સાથે આવું બન્યું ત્યારે અહીંના સ્થાનિક એકપણ નેતા કે સરકારના એકપણ વ્યક્તિ બોલવા તૈયાર નથી. બધાએ મૌન સેવી લીધું છે.

ગુજરાત સરકારે આ વરવી વાસ્તવિકતા સ્વીકારવી પડશે કે ગુજરાતમાં 648 જેટલી ઘટનાઓ આજ દિન સુધી આ વર્ષે જ બની છે. એમના પર ક્યાં સુધી કાર્યવાહી કરી છે સરકારે જવાબ આપવો પડશે. દાહોદમાં છ વર્ષની દીકરી પીંખાઈ ગઈ એની સામે શું કાર્યવાહી કરી? સુરતમાં શું કાર્યવાહી કરી? બારડોલીમાં શું કાર્યવાહી કરી? એ સરકારે આવીને પ્રજા સમક્ષ કહેવું પડશે. ગૃહ રાજ્યમંત્રી શેખી મારવાને બદલે પોતે રાજીનામું આપે. 648 ઘટનાઓ આપણા ગુજરાતમાં બની છે. આજે દીકરીઓ સલામત નથી, આરોપીઓ હિંમત કરે છે એટલે તાત્કાલિક ધોરણે ઝડપી અને કડકમાં કડક કાર્યવાહી થાય અને દાખલા બેસાડવામાં આવે અને આવા રાક્ષસી કૃત્ય કરનારને ફાંસી સુધી લટકાવવામાં આવે એવી અમે માગ કરીએ છીએ.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande