દાહોદ,21 ડિસેમ્બર (હિ.સ.) દાહોદના અમદાવાદ ઇન્દોર હાઇવે મહિન્દ્ર સો રૂમની સામે અકસ્માત સર્જાતા મોટર સાઇકલ ચાલકનું મોત. આજરોજ જો વાત કરીયેતો દાહોદના અમદાવાદ ઇન્દોર હાઇવે મહિન્દ્ર સો રૂમની સામે અકસ્માત સર્જાયો હતો જેમાં અમદાવાદ તરફથી પૂર ઝડપે અને ગફલત ભરી રીતે ગેસ ભરેલું ટેન્કર દોડાવી લાવી આગળ ચાલતી મોટર સાઇકલને ટક્કર મારતા મોટર સાઈકલ ચાલક ટેન્કરના પાછળના ટાયરો વચ્ચે આવી જતા મોટર સાઇકલ ચાલકનું કચ્ચડ ઘાંણ નીકળી જતા ચાલકનુ કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું.મળતી માહિતી અનુસાર દાહોદના મોટા ઘાંચિ વાડ વિસ્તારમાં રહેતા 40 વર્ષીય ઈરસાદ ઇકબાલભાઈ ખુદવાલા જે પોતાની હોન્ડા સી. ડી ડીલક્સં લઈ કઈ કામ અર્થે અમદાવાદ ઇન્દોર હાઇવે પરથી ગરબાડા ચોકડી તરફ જઈ રહ્યા હતા.તે દરમ્યાન પાછળથી અમદાવાદ હાઇવેથી માતેલાં સાંડની જેમ ગેસ ભરેલ ટેંકર દોડાવી લાવી મોટર સાઇકલ ચાલકને અડફેટમાં લેતા તેઓનું મોત નીપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.ઘટનાની જાણ દાહોદ એ ડીવિજન પોલીસને થતા પોલીસ કાફલો ઘટનાના સ્થળે પહોંચી લાશનો કબ્જો લઈ ને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી હાઇવે પર થયેલ ટ્રાફિકને હલ કરવાની કામગીરી હાથ ધરી હતી.ત્યારે અમદાવાદ ઇન્દોર હાઈવે પર અવાર નવાર તથાં અકસ્માતોને લઈ સ્થાનિક લોકો દ્વારા દાહોદ જિલ્લા વહીવટી તંત્ર ને ભૂતકાળમાં પણ રજૂઆતો કરી છે કે અહી સર્વિસ રોડ બનાવી આપવા આવે પરંતુ દર વર્ષે આજ જગ્યા ની 500મીટર ના ત્રિજ્યા ઘાંબિર અકસ્માતો બને છે અને નિર્દોષ વ્યક્તિઓ મોત નો કોળિયો બને છે તો આ મામલે સ્થાનિક લોકોની રજૂઆત વહીવટી તંત્ર ધ્યાને લઇ ઘટતું કરે એવી લોકો ની માંગણી છે.
હિન્દુસ્થાન સમાચાર / Nehal Shah