પંજાબ યુનિવર્સિટીનું પાંચમું વૈશ્વિક પૂર્વ વિદ્યાર્થી સંમેલન : કુલાધિપતિ અને પૂર્વ વિદ્યાર્થી-રાજ્યપાલની ઉપસ્થિતિ
ગાંધીનગર, 22 ડિસેમ્બર (હિ.સ.) : પંજાબ યુનિવર્સિટી, ચંદીગઢનું પાંચમું વૈશ્વિક પૂર્વ વિદ્યાર્થી સંમેલન સફળતાપૂર્વક યોજાયું હતું. આ પ્રસંગે ભારતના ઉપરાષ્ટ્રપતિ અને પંજાબ યુનિવર્સિટીનાં કુલાધિપતિ જગદીપ ધનખડ અને યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી તથા ગુજરાત
પંજાબ યુનિવર્સિટીનું પાંચમું વૈશ્વિક પૂર્વ વિદ્યાર્થી સંમેલન


પંજાબ યુનિવર્સિટીનું પાંચમું વૈશ્વિક પૂર્વ વિદ્યાર્થી સંમેલન


ગાંધીનગર, 22 ડિસેમ્બર (હિ.સ.) :

પંજાબ યુનિવર્સિટી, ચંદીગઢનું પાંચમું વૈશ્વિક પૂર્વ વિદ્યાર્થી સંમેલન સફળતાપૂર્વક યોજાયું હતું. આ પ્રસંગે ભારતના ઉપરાષ્ટ્રપતિ અને પંજાબ યુનિવર્સિટીનાં કુલાધિપતિ જગદીપ ધનખડ અને યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી તથા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં યુનિવર્સિટીના ઘણા પ્રતિષ્ઠિત પૂર્વ વિદ્યાર્થીઓ અને અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભારતના ઉપરાષ્ટ્રપતિ તથા પંજાબ યુનિવર્સિટીના કુલાધિપતિ જગદીપ ધનખડે આ પ્રસંગે જણાવ્યું કે, રાષ્ટ્રહિતના મુદ્દે આપણો દ્રષ્ટિકોણ પક્ષપાતી ન હોવો જોઈએ. આપણી પ્રવૃત્તિઓ માત્ર રાષ્ટ્રવાદથી પ્રેરિત હોવી જોઈએ. આપણે આ દેશમાં રાષ્ટ્રવાદ અથવા વિકાસની કિંમતે કોઈ જોખમ ઉઠાવી શકીએ નહીં.

દેશના નાગરિક હોવાના નાતે, એ આપણી મુખ્ય જવાબદારી છે કે, કોઈની અસામાન્ય પ્રવૃત્તિઓ આપણા વિકાસ માટે વિઘ્નરૂપ ન બને. આવી તાકાતો શક્તિશાળી હોય છે, કારણ કે તેઓ પાસે નાણાકીય શક્તિ છે, જે ઘણીવાર આકર્ષક બની શકે છે. આવા સમયે લોકો ‘ રાષ્ટ્ર પ્રથમ ’ના સિદ્ધાંતને ના અનુસરણમાં ગફલત ના કરે. જ્યારે સામાન્ય ભારતીય આજે શાસનની સકારાત્મક નીતિઓનો સ્વીકાર કરે છે, ત્યારે તે સ્પષ્ટ થાય છે કે જે થઈ રહ્યું છે તે હવેથી વધુ થવું જોઈએ.

ધનખડજીએ એક પ્રેરક પ્રશ્ન પૂછ્યો કે, શું આ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓએ તેના સંસાધનો, પ્રતિભા અથવા ક્ષમતાનો ઉપયોગ આ સંસ્થાને પોષણ આપવા માટે કર્યો છે? હું આ આત્મવિશ્લેષણનો જવાબ આપ સૌ પર છોડું છું.

તેમણે કહ્યું કે, આપણે આપણા ઇતિહાસના એક નિર્ણાયક વળાંકે છીએ. આપણે ભારતીય બંધારણને અપનાવ્યાની સદીના અંતિમ તબક્કામાં પ્રવેશ કર્યો છે. આ યોગ્ય સમય છે કે, આ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓ આ મુદ્દે નિર્ણય લે. આપણે સંકલ્પ લઈને જઈશું કે દર વર્ષે પંજાબ યુનિવર્સિટી માટે યોગદાન આપીશું.

પંજાબ યુનિવર્સિટીના પાંચમા વૈશ્વિક પૂર્વ વિદ્યાર્થી સંમેલનમાં ગુજરાતના રાજ્યપાલ તથા પૂર્વ વિદ્યાર્થી આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, કોઈપણ શૈક્ષણિક સંસ્થા માટે તેના પૂર્વ વિદ્યાર્થી તેની સૌથી મોટી સંપત્તિ છે. તેમણે કહ્યું કે યુનિવર્સિટી માત્ર શિક્ષણનું કેન્દ્ર નથી, પરંતુ તે તીર્થસ્થળ છે જ્યાંથી વિદ્યાર્થીઓ પોતાના જીવનની દિશા નક્કી કરે છે.

તેમણે પૂર્વ વિદ્યાર્થીઓને પ્રેરિત કરતાં કહ્યું કે, તમે બધાએ આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી પોત પોતાના કાર્યક્ષેત્રમાં નામના પ્રાપ્ત કરી છે. આજે તમે જે પ્રેરણા બનીને અહીં આવ્યા છો, તેનો લાભ વર્તમાન વિદ્યાર્થીઓને જરૂરથી મળશે. તમારો અનુભવ તેમના જીવનમાં સુધારા લાવવામાં મદદરૂપ થશે. તમારાં અનુભવ હાલના વિદ્યાર્થીઓ સાથે શેર કરો અને તેમને માર્ગદર્શન આપો.

આ પ્રસંગે ડૉ. સુદેશ ધનખડ, પંજાબ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડૉ. રેણુ વિગ, પૂર્વ રાજ્યપાલ ડૉ. કે.કે. પોલ, NDRFના પૂર્વ મહાનિર્દેશક શ્રી અતુલ કરવાલ, અને પ્રખ્યાત પત્રકાર, લેખક તથા મીડિયા નિષ્ણાત શ્રી શેખર ગુપ્તા તેમજ અન્ય પૂર્વ વિદ્યાર્થીઓ અને અતિથિગણ ઉપસ્થિત રહ્યા હતા.

આચાર્ય દેવવ્રતએ પ્રાચીન ભારતીય પરંપરાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, આપણા ગુરુકુલોમાં વિદ્યાર્થીઓને જીવન મૂલ્યોનું શિક્ષણ આપવામાં આવતું હતું. તેમણે જ્ઞાનના પ્રસાર પર ભાર મૂકતાં જણાવ્યું કે, શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ માત્ર જ્ઞાન મેળવવું એટલો જ નથી, પરંતુ તે જ્ઞાનનો ઉપયોગ સમાજના કલ્યાણ માટે કરવો છે તે છે.

તેમણે જણાવ્યું કે, પ્રાચીન ભારતમાં જ્યારે સમાવર્તન સંસ્કારના અંતે વિદ્યાર્થી ગુરુકુલ છોડી ને જાય છે, ત્યારે ગુરુ તેમને ઉપદેશ આપે છે - સત્યનું આચરણ કરવું, ધર્મ એટલે કે કર્તવ્યનું પાલન કરવું અને જ્ઞાનનો સ્વાધ્યાય કરવો અને તે જ્ઞાનને વહેંચવું.

તેમણે એક પ્રેરણાદાયક કથા પણ કહી, જેમાં ચકલી અને વાંદરાના માધ્યમથી તેમણે કર્મ અને નિષ્ઠનું મહત્ત્વ સમજાવ્યું. આપણે કરેલું દરેક કાર્ય મહત્વનું છે. આપણી મહેનત અને નિષ્ઠાથી આપણે માણસજાતની સેવા માટે કેટલું યોગદાન આપીએ છીએ, તે જ આપણા જીવનનું સાચું મૂલ્ય છે.

તેમણે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી એ આપેલા ‘વિકસિત ભારત’ના સંકલ્પને સમર્થન આપતાં જણાવ્યું કે, આ સંકલ્પમાં આપણે સૌએ આપણું યોગદાન સુનિશ્ચિત કરવું જોઈએ. તેમણે પૂર્વ વિદ્યાર્થીઓને અપીલ કરી કે, યુનિવર્સિટી અને દેશના ગૌરવની જાળવણી માટે સતત પ્રયત્નશીલ રહો. તેમણે તમામ પૂર્વ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા અને મંચ પર ઉપસ્થિત સૌ પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

આ સંમેલને પૂર્વ વિદ્યાર્થીઓને પુનઃ યુનિવર્સિટી સાથે જોડાવા માટે મંચ પૂરું પાડ્યું હતું અને વિશ્વ વિદ્યાલયની વર્તમાન તેમજ ભાવિ પેઢી માટે પ્રેરણાસ્ત્રોત બનવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande