અમદાવાદ, 22 ડિસેમ્બર (હિ.સ.)-ન્યુટ્રાસ્યુટીકલ પ્રોડક્ટના નામે કામોત્તેજક એલોપેથીક ઘટકની ભેળસેળ કરી એક્ષ્પોર્ટ કરવાનું કૌભાંડ અને વગર પરવાને બનાવટી એલોપેથીક દવાનું ઉત્પાદન કરતી ફેક્ટરી ઝડપી પાડી ને આશરે 31 લાખ રૂપિયાનો ભેળસેળ વાળો અને નકલી દવાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ અને સેન્ટ્રલ ડ્રગ ઈન્સપેક્ટરોએ જોઈનહબ ફાર્મા એલએલપીના મુખ્ય ભાગીદાર અહેમદ અબ્બાસ બાલોસપુરા, અબ્બાસ અલી બાલોસપુરા, સંકેત શાહ, પેઢીમાં ખરીદી સંભાળતા ભાવેશ પટેલ, નઝર મોહમ્મદ સાઉદીની સધન પૂછપરછ કરી હતી.આ ઉપરાંત અમદાવાદ ખાતેની મોન્ડિલ ઓફિસ તેમજ ચાંગોદર ખાતેના ગોડાઉનમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં Wholeshield Refire Cap. તેમજ Demex (Vitamin-D3) ના નમુના દ્વારા લઈ ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે. 11 લાખ રૂપિયા કિંમતનો દવાનો જથ્થો કાયદેસરની કાર્યવાહી અર્થે આપી જપ્ત કરાયો છે.
આ ઉપરાંત તેમના દ્વારા ન્યુટ્રાસ્યુટીકલના લાયસન્સ હેઠળ બનાવડાવી તેમાં કામોત્તેજક ઘટક Sildenafil citrateનો પાઉડર ઉમેરી ન્યુટ્રાસ્યુટીકલના નામે મોટાપાયે એક્ષ્પોર્ટ કરતાં હતા. એરોન લાઇફ સાયન્સ પ્રા. લિ.ના ડાયરેક્ટર્સ કશ્યપ પી. પટેલ, ધવલ સાવલિયા, રાજદીપ સેલડિયા, હાદીક ભેસાણિયા, હર્ષીલ બારોટ અને પ્રિયંકા સાવલિયા સામે ડ્રગ એન્ડ કોસ્મેટીક એક્ટ હેઠળની આગળની કાર્યવાહી હાથ ધરાશે. ઉત્પાદનની જગ્યાએથી દવાના નમુના લઈ અને ચકાસણી અર્થે મોકલી અપાયા છે અને આ જગ્યાએથી દવાઓ, રોમટીરીયલ, મશીનર ખાલી કન્ટેનર, ખાલી કેપ્સુલ અને પેકિંગ મટીરિયલ થઈ આશરે રૂપિયા 21 લાખ રૂપિયાનો મુદ્દામાલ હેઠળ કાયદેસરની કાર્યવાહી અર્થે જપ્ત કર્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે