બાળકો માટે જિલ્લામાં વધુ સારી કામગીરી કઈ રીતે કરી શકાય તે બાબતે સંબધિત અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું
-ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠબેન વી ગજ્જર મહીસાગર જિલ્લાની મુલાકાત લીધી -જિલ્લાની વિવિધ જગ્યાની મુલાકાત લઈ બાળકો સાથે સંવાદ કરી વિવિધ સુવિધાનો લાભ મળે છે કે નહિ તેની ખાતરી કરવામાં આવી લુણાવાડા, 22 ડિસેમ્બર (હિ.સ.). જિલ્લા
ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠબેન વી ગજ્જર મહીસાગર જિલ્લાની મુલાકાત લીધી


-ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠબેન વી ગજ્જર મહીસાગર જિલ્લાની મુલાકાત લીધી

-જિલ્લાની વિવિધ જગ્યાની મુલાકાત લઈ બાળકો સાથે સંવાદ કરી વિવિધ સુવિધાનો લાભ મળે છે કે નહિ તેની ખાતરી કરવામાં આવી

લુણાવાડા, 22 ડિસેમ્બર (હિ.સ.). જિલ્લામાં બાળકોના સંપૂર્ણ વિકાસ થાય તે માટે અને તે દિશામાં વધુ સારી કામગીરી કેવી રીતે કરી શકાય તે અનુસંધાને ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠબેન વી ગજ્જર મહીસાગર જિલ્લાની મુલાકાત લીધી.

ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠબેન વી ગજ્જરએ જિલ્લામાં લુણાવાડા દરકોલી તળાવ આંગણવાડી, લુણાવાડા બ્રાન્ચ શાળા -૧, સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, જનરલ હોસ્પિટલ ( બાળ દર્દીઓનો વોર્ડ), સખી વન સ્ટોપ સેન્ટર અને આશ્રમ શાળા કુમાર અને કન્યા તથા છાત્રાલય પાંડવાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠબેન વી ગજ્જરએ જિલ્લામાં બાળકો સરકારશ્રી દ્વારા ચાલતી વિવિધ યોજનાઓનો લાભ લે અને બાળકોનો સંપૂર્ણ વિકાસ થાય તે બાબતે ખાતરી કરી હતી. સાથે જિલ્લામાં વધુ સારી કામગીરી કઈ રીતે કરી શકાય તે બાબતે સંબધિત અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપ્યું હતું અને વિવિધ સ્થળ પર બાળકો સાથે સંવાદ કર્યો હતો.આ મુલાકાત દરમિયાન આઇ સી ડી એસ અધિકારી દક્ષાબેન, બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી ભાર્ગવીબેન નિનામા,જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી જીગ્નેશ પંચાલ અને સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / બિનોદ પાંડેય


 rajesh pande