મોડાસા, 22 ડિસેમ્બર (હિ.સ.).
સાઈ મંદિર માલપુર રોડ મોડાસા, ખાતે ખોડલધામ રથ નુ ભવ્ય સ્વાગત કરવા માં આવ્યું. માલપુર તાલુકામાં લેઉવા પાટીદાર સમાજના દરેક ગામમાં પરિભ્રમણ કરી આપણા મોડાસા શહેરમાં વાજતે ગાજતે પધરામણી કરી હતી. સમાજના દરેકે દરેક વડીલો માતાઓ એ માતાજીની આરતી નો લાભ લીધો તથા નાની બહેનો ના માથે કળશ અને શ્રીફળ દ્વારા ભવ્ય સ્વાગત કયુઁ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ