પાટણ, 22 ડિસેમ્બર (હિ.સ.)
સાંતલપુર પંથકના એક ગામેથી શુક્રવારે રાત્રે 9 થી 11 વાગ્યા વચ્ચે 14 વર્ષી સગીરા ગાયબ થઇ ગઇ હતી. આ સગીરાને લલચાવી ફોસલાવી એક યુવકે અપહરણ કર્યુ હોવાનો આક્ષેપ સગીરાના ભાઈએ સાંતલપુર પોલીસ મથકે નોંધાવેલો હતો.
પોલીસે સગીરાની શોધખોળ માટે અલગ અલગ ટીમો બનાવી અને હ્યુમન સોર્સના સહયોગથી વિવિધ સ્થળોએ તપાસ શરૂ કરી.
પાટણ પોલીસે સગીરાને ઝડપવા માટે ગંભીરતાપૂર્વક તપાસ કરી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર