ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોડાસા ખાતે વિશ્વ ધ્યાન દિવસ શિબિર યોજાઈ
મોડાસા, 22 ડિસેમ્બર (હિ.સ.). સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 21મી ડિસેમ્બર વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઘોષિત કરવામાં આવેલ છે. જે સંદર્ભે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ સેવક ચેરમેન શીશ પાલ રાજપૂત ના માર્ગદર્શન હેઠળ ઉમિયા મંદિર મોડાસા ખાતે ધ્યાન શિબિરનું આયોજન ક
ઉમિયા મંદિર મોડાસા ખાતે ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું


મોડાસા, 22 ડિસેમ્બર (હિ.સ.). સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 21મી ડિસેમ્બર વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઘોષિત કરવામાં આવેલ છે. જે સંદર્ભે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ સેવક ચેરમેન શીશ પાલ રાજપૂત ના માર્ગદર્શન હેઠળ ઉમિયા મંદિર મોડાસા ખાતે ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં 40 સ્થળોએ ધ્યાન શિબિરનું આયોજન કરાયું હતું સમગ્ર વિશ્વ માટે પ્રવર્તમાન સ્થિતિમાં ભારતીય યોગ અને ધ્યાન માનવજાત માટે આશા ની નવી દિશા છે. શિયાળા ની સૌથી લાંબી રાત્રીને ધ્યાન માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે. કારણ કે આ સમય દરમિયાન મન અને શરીર ઊર્જાને પુનઃસ્થાપિત કરવા માટે અનુકૂળ હોય છે. આ ધ્યાન શિબિરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ઝોન. કો. ઓર્ડીનેટર પિન્કીબેન મેકવાન, ઝોન કોઓર્ડીનેટર સોશિયલ મીડિયા સોનલબેન દરજી, જિલ્લા કોર્ડીનેટર શ્રી જયેન્દ્ર મકવાણા, શાસ્ત્રી વિષ્ણુપ્રસાદ મહારાજ ઉમિયા મંદિર, ઇશ્વરભાઇ ભાવસાર ચામુંડા મંદિર, પ્રજ્ઞેશભાઈ ત્રિવેદી, ગાયત્રીબેન ત્રિવેદી વિપશ્યના સાધના કેન્દ્રતેમજ યોગ કોચ રાજેશ પટેલ, લેઉઆ શકુંતલાબેન, સુનિલ વાળંદ, પાયલ વાળંદ, હિતેન્દ્ર પંચાલ, પ્રિયંકાબેન પટેલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા કો.ઓર્ડીનેટર જયેન્દ્ર મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ


 rajesh pande