લુણાવાડા, 22 ડિસેમ્બર (હિ.સ.). મહિસાગર જિલ્લા સંકલન અને ફરીયાદ સમીતિની બેઠક કલેકટર નેહાકુમારીની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી. બેઠકના પ્રથમ તબક્કામાં બાલાસિનોરના ધારાસભ્યશ્રીના શાળાઓમાં નવિન ઓરડાનું કામ પ્રગતિ છે તેમજ ધારાસભ્યોની ગ્રાન્ટ ફાળવણી થયા વિકાસ કામો ઝડપથી હાથ ધરાતા ન હોય તે અંગેના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.
જેને સબંધિત અધિકારીઓ કામ ત્વરીત પૂર્ણ કરવા કલેકટરશ્રીએ સૂચન કર્યુ હતું. જયારે દ્વતિય તબક્કામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જિલ્લાના વિકાસની વાત લોકો સુધી ઝડપથી પંહોચે તે માટે સોશિયલ મિડીયાના પ્લેટફોર્મનો ઉપયોગ કરવા પર ભાર મુક્યો હતો.રાજયકક્ષાએથી આગામી ૨૫ ડિસેમ્બરના સુ શાસન દિવસની ઉજવણી સાથે કનેક્ટ ગુજરાત કાર્યક્રમ લોન્ચ થઇ રહ્યો છે ત્યારે સોશિયલ મિડીયાનો મહત્તમ ઉપયોગ વધારવા પર ભાર મુક્યો હતો. આ ઉપરાંત બેઠકમાં વિવિધ યોજનાકીય લક્ષ્યાંકો અને તેની સિધ્ધિ વિષે ચર્ચા કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / બિનોદ પાંડેય