સુરત, 27 ડિસેમ્બર (હિ.સ.)-સુરત જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ સુરત શહેરના સીટી પ્રાંત(દક્ષિણ) વિક્રમ ભંડારીના નેજા હેઠળ મજુરા, મગોબ અને ઉબેર ખાતે મામતલતદારોની ટીમ દ્વારા સરકારી જમીનો પરના દબાણો દુર કરવામાં આવ્યા હતા.
જેમાં મજુરા વિસ્તારના સરસાણા ખાતેના બ્લોક નં:- 124 ક્ષે.23472 ચો. મી.વાળી સરકારી જમીન જેની જંત્રી મુજબની કિમંત રૂ.34.20 કરોડ થવા જાય છે. જે જમીન ઉપર વાણિજ્યક ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવી હતી. જેમાં પોલીસ,સુરત મહાનગર પાલિકા તથા દ.ગુ.વીજ કંપનીના સહયોગથી મામલતદાર કચેરી મજુરાની ટીમ દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું.
જયારે મગોબ ટીપી ૫૩ એફ.પી.88 ક્ષે.ની 27000 ચો.મી વાળી સરકારી જગ્યા જેની જંત્રી મુજબ 83.70 કરોડ થાય છે. જે સરકારી જમીન પરનું દબાણ દૂર કરવાની કામગીરી ટીમ મામલતદાર પુણા દ્વારા SMC સ્ટાફ તથા પોલીસ સ્ટાફના સહકારથી કરવામાં આવી.
જયારે ઉંબેર ખાતે બ્લોક નં.197માં 8000 ચો.મીટર મીટરની દબાણ જેની 6700 જંત્રી પ્રમાણે અંદાજે 5.36 કરોડની કિંમતી જમીન પરના દબાણો દુર કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યવાહીમાં પોલીસ, સુરત મહાનગરપાલિકા તથા મામલતદારોની સમગ્ર ટીમ દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરાયું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે