નવી દિલ્હી, 29 ડિસેમ્બર (હિં.સ.) ભારતીય ગ્રાન્ડમાસ્ટર કોનેરુ હમ્પીએ
રવિવારે, ન્યૂયોર્કમાં વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપ જીતીને ઈતિહાસ રચ્યો હતો.
તેણે ઈન્ડોનેશિયાની ઈરેન સુકંદરને હરાવીને બીજી વખત વર્લ્ડ રેપિડ ચેસ
ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો. આવું કરનાર તે પ્રથમ ભારતીય મહિલા ચેસ ખેલાડી છે.
2019માં મોસ્કોમાં
જીત્યા બાદ, આ ફોર્મેટમાં આ તેની બીજી ટાઈટલ જીત છે. હમ્પી ચીનની ઝુ વેનજુન પછી
બીજી એવી ચેસ ખેલાડી બની ગઈ છે, જેણે મહિલા વર્ગમાં એકથી વધુ વખત ખિતાબ જીત્યો
હોય. 37 વર્ષીય હમ્પીએ, 11માંથી 8.5 પોઈન્ટ સાથે
ટૂર્નામેન્ટ પૂરી કરી. તે ભારતીય ગ્રાન્ડમાસ્ટર માટે નિર્ણાયક વિજય હતો. પુરૂષ
વર્ગમાં રશિયાના 18 વર્ષના વોલોદર
મુર્ઝિને આ ખિતાબ જીત્યો હતો.
તાજેતરમાં, ડી ગુકેશ સિંગાપોરમાં ક્લાસિકલ ચેસ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં
ચીનના ડીંગ લિરેનને હરાવીને ચેમ્પિયન બન્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ