મૌસુમીએ, અસ્મિતા લીગ દ્વારા પોતાનો માર્ગ બનાવ્યો, અન્ય લોકોને પ્રેરણા આપી
નવી દિલ્હી, 02 જાન્યુઆરી (હિ.સ.) ત્રિપુરાના એક સામાન્ય પરિવારમાં જન્મેલી મૌસુમી ઓરાંવ એક એવું નામ છે, જે આજે રમતગમતના જગતમાં ચમકતા સ્ટાર તરીકે ઉભરી આવ્યું છે. જે પરિવારમાં માતા અને પિતા શહેરના અનેક ચાના બગીચાઓમાં રોજીરોટીનુ
મૌસુમીએ, અસ્મિતા લીગ દ્વારા પોતાનો માર્ગ બનાવ્યો, અન્ય લોકોને પ્રેરણા આપી


નવી દિલ્હી, 02 જાન્યુઆરી (હિ.સ.) ત્રિપુરાના એક સામાન્ય પરિવારમાં

જન્મેલી મૌસુમી ઓરાંવ એક એવું નામ છે, જે આજે રમતગમતના જગતમાં ચમકતા સ્ટાર તરીકે

ઉભરી આવ્યું છે. જે પરિવારમાં માતા અને પિતા શહેરના અનેક ચાના બગીચાઓમાં

રોજીરોટીનું કામ કરીને, ઘર ચલાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યાં તેમની

પુત્રી મૌસુમી અસ્મિતા, લીગમાં પોતાની પ્રતિભા બતાવીને ફૂટબોલની રમતમાં યુવા

સનસનાટીભરી ખબર બની ગઈ છે.

ચાર વર્ષ પહેલા, મૌસુમીને એઆઇએફએફ વય-જૂથ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં ત્રિપુરા

તરફથી રમવા માટે પસંદ કરવામાં આવી હતી. ત્યાંથી તે રાતોરાત સનસની ખેર બની ગઈ અને

વિસ્તારની સેંકડો છોકરીઓએ મૌસુમીના માર્ગને અનુસરવાનું નક્કી કર્યું અને ફૂટબોલ

રમવાનું શરૂ કર્યું.

અથક સામાજિક કાર્યકર અને ફૂલો ઝાનો એથ્લેટિક ક્લબના વડા, જોયદીપ રોયે

જણાવ્યું હતું કે, “પહેલાઅમારી પાસે

માત્ર મૌસુમી અને કદાચ બીજી કેટલીક છોકરીઓ હતી. આજે, અમારી ફૂલો ઝાનો એથ્લેટિક ક્લબમાં 150 થી વધુ છોકરીઓ

ફૂટબોલ રમે છે. અમારી પાસે ચાર ટીમો છે - ત્રણ ખેલો ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ

અસ્મિતા લીગમાં રમતા વય જૂથમાં અને એક ટીમ ત્રિપુરા ફૂટબોલ એસોસિએશનની સત્તાવાર

મહિલા લીગમાં ભાગ લે છે.

બૈકુંઠનાથ મેમોરિયલ ટ્રસ્ટના અધ્યક્ષ પ્રણવ રોયે જણાવ્યું

હતું કે,” જ્યારથી નાની છોકરીઓએ ફૂટબોલ રમવાનું શરૂ કર્યું છે ત્યારથી ઉત્તર

ત્રિપુરાના ચાના બગીચાઓમાં અવિશ્વસનીય સામાજિક પરિવર્તન આવ્યું છે. આર્થિક રીતે

નબળા વર્ગના પરિવારોએ હવે તેમના બાળકો પર રમવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું છે. આ

બધું એટલા માટે કે મૌસુમી જેવી છોકરીઓએ તમામ અવરોધોને પાર કરીને ફૂટબોલ માટે નવો

રસ્તો બનાવ્યો.”

પ્રણવ રોયે જણાવ્યું હતું કે,” રોજિંદી સમસ્યાઓથી આગળ વધીને

પરિવર્તનની એજન્ટ બની રહેલી આ દીકરીઓ, આજે રાજ્યની ટીમોનું પ્રતિનિધિત્વ કરવા માટે

ગંભીર દાવેદાર છે. મૌસુમીએ સિનિયર ત્રિપુરા મહિલા ટીમ માટે રમવા માટે ગ્રેજ્યુએટ

કર્યું છે. કુંતી ઓરાંવ, સબમણિ ઓરાંવ અને

અનીતા ગૌર જેવા ખેલાડીઓએ તમામ વય જૂથોમાં રાજ્યનો રંગ પહેર્યો છે.”

ત્રિપુરા ફૂટબોલ એસોસિએશનના માનદ સચિવ અમિત ચૌધરીએ કહ્યું, “ખેલો ઈન્ડિયા લીગ

એક વરદાન બનીને આવી છે. ફૂલો ઝાન્નો એથ્લેટિક ક્લબની અંડર 13, અંડર 15 અને અંડર 17 મહિલા લીગમાં

ત્રણ ટીમો છે અને અમારી પાસે સિનિયર લીગમાં પણ એક ટીમ છે. તેઓ હંમેશા લીગમાં સારું

પ્રદર્શન કરે છે.

જોયદીપ કબૂલ કરે છે, જોકે, હવે અમારી પાસે અંજન પાલ એક સારા કોચ છે, જે પોતે એક

ભૂતપૂર્વ ફૂટબોલર છે. અમે સમયગાળા દરમિયાન, દીકરીઓના કપડા,ઉપકરણો,પ્રશિક્ષીણ નો

સમય,જલપાન, યાત્રા, રોકાણ, ટુર્નામેન્ટ દરમિયાન ખોરાક અને બાકીની દરેક વસ્તુઓનું ધ્યાન રાખીએ

છીએ.

હિન્દુસ્થાન સમાચાર / આકાશ કુમાર રાય / પ્રભાત મિશ્રા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande