સિડની, નવી દિલ્હી, 2 જાન્યુઆરી (હિ.સ.) ઓસ્ટ્રેલિયાએ બ્યુ વેબસ્ટરને, સિડનીમાં ભારત વિરૂદ્ધ નવા વર્ષની ટેસ્ટ માટે ટેસ્ટ ડેબ્યૂ આપ્યું છે, અને પ્લેઈંગ ઈલેવનમાંથી મિચેલ માર્શ ને બહાર કરી દીધો છે. મેલબોર્નમાં નિર્ણાયક 2-1ની લીડ મેળવનાર ટીમમાંથી આ એકમાત્ર ફેરફાર છે. બોક્સિંગ ડે ટેસ્ટ દરમિયાન, પાંસળીમાં દુખાવાની ફરિયાદ હોવા છતાં મિશેલ સ્ટાર્કને ફિટ જાહેર કરવામાં આવ્યો છે.
માર્શ ને આ શ્રેણીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. તેણે માત્ર 33 ઓવર જ ફેંકી છે અને પર્થ ટેસ્ટ બાદ તેની ગતિ પણ ધીમી પડી ગઈ છે. બેટ સાથે તેનું પ્રદર્શન પણ ખરાબ રહ્યું છે.
કમિન્સે ટેસ્ટની પૂર્વ સંધ્યાએ કહ્યું, મિચીએ દેખીતી રીતે જ આ શ્રેણીમાં રન બનાવ્યા નથી અને કદાચ તેણે વિકેટ પણ લીધી નથી, પરંતુ અમને લાગે છે કે બ્યુ માટે તેની તક મેળવવા માટે હવે એક સારું અઠવાડિયું છે. બ્યુ એ શાનદાર પ્રદર્શન કર્યું છે.
દરમિયાન તાસ્માનિયાના ઓલરાઉન્ડર વેબસ્ટરે, માર્ચ 2022 થી ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં 57.1 ની એવરેજથી રન બનાવ્યા છે, જ્યારે તેણે 31.7 ની એવરેજથી 81 વિકેટ પણ લીધી છે. ગયા વર્ષે, 31 વર્ષીય વેબસ્ટર વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ સર ગારફિલ્ડ સોબર્સ પછી શેફિલ્ડ શિલ્ડ સિઝનમાં 900 રન અને 30 વિકેટ લેનાર પ્રથમ ખેલાડી બન્યો હતો. આ શ્રેણી પહેલા, તેણે મેકેમાં પ્રથમ ચાર દિવસીય રમતમાં ઓસ્ટ્રેલિયા- એ માટે, ભારત- એ સામે અણનમ અડધી સદી ફટકારી હતી અને મેલબોર્નમાં બીજી મેચમાં ત્રણ વિકેટ લીધી હતી.
પાંચમી ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન: સેમ કોન્સ્ટાસ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવન સ્મિથ, ટ્રેવિસ હેડ, બ્યુ વેબસ્ટર, એલેક્સ કેરી (વિકેટકીપર), પેટ કમિન્સ (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, નાથન લિયોન, સ્કોટ બોલેન્ડ.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ