બીસીસીઆઈ વરિષ્ઠ મહિલા વન ડેચેલેન્જર ટ્રોફી: હિમાચલની યમુના રાણાની ઈ-ટીમમાં પસંદગી
ધર્મશાલા, નવી દિલ્હી, 30 ડિસેમ્બર (હિં.સ.) હિમાચલની યમુના રાણાને બીસીસીઆઈ સિનિયર મહિલા વન ડેચેલેન્જર ટ્રોફી માટે પસંદ કરવામાં આવી છે. યમુના રાણા ઈ-ટીમનો ભાગ બની ગઈ છે. યમુના હિમાચલની એકમાત્ર એવી ક્રિકેટર છે જેને આ વખતે આ સ્
બીસીસીઆઈ વરિષ્ઠ મહિલા વન ડેચેલેન્જર ટ્રોફી: હિમાચલની યમુના રાણાની ઈ-ટીમમાં પસંદગી


ધર્મશાલા, નવી દિલ્હી, 30 ડિસેમ્બર (હિં.સ.)

હિમાચલની યમુના રાણાને બીસીસીઆઈ સિનિયર મહિલા વન ડેચેલેન્જર ટ્રોફી

માટે પસંદ કરવામાં આવી છે. યમુના રાણા ઈ-ટીમનો ભાગ બની ગઈ છે. યમુના હિમાચલની

એકમાત્ર એવી ક્રિકેટર છે જેને આ વખતે આ સ્પર્ધા માટે, પસંદ કરવામાં આવી છે. બીજી

તરફ તેની પસંદગી અંગે એચપીસીએનાસેક્રેટરી અવનીશ પરમારે કહ્યું કે,” યમુના રાણાને 5 જાન્યુઆરીથી શરૂ

થનારી બીસીસીઆઈવરિષ્ઠ મહિલા વન

ડેચેલેન્જર્સ

ટ્રોફીની ટીમ માટે પસંદ કરવામાં આવી છે.”

તેમણે કહ્યું કે,” એચપીસીએ માટે ખૂબ જ ગર્વની વાત છે કે,

હિમાચલની આ ક્રિકેટર વરિષ્ઠ મહિલા ક્રિકેટ ટીમનો ભાગ બનવા જઈ રહી છે.” તેમણે તેમને

એચપીસીએ વતી અભિનંદન

પાઠવ્યા અને તેમના સારા ભવિષ્યની કામના કરી.

નોંધનીય છે કે, બીસીસીઆઈ સિનિયર મહિલા વન ડેચેલેન્જર્સ

ટ્રોફી 5 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી

ચેન્નાઈમાં રમાવાની છે. સ્પર્ધા માટે પાંચ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. જેમણે

પોતાની વચ્ચે લીગ મેચો કરાવવાની હોય છે. ફાઈનલ મેચ 15 જાન્યુઆરીએ રમાશે.

હિન્દુસ્થાન સમાચાર / સતીન્દર ધલારિયા / સુનીલ શુક્લા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande