એસએન્ડપી એ નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતનું જીડીપી અનુમાન વધારીને 6.8 ટકા કર્યું
નવી દિલ્હી, 26 માર્ચ (હિ.સ.) એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સે, આગામી નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતના આર્થિ
એસએન્ડપી એ નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતનું જીડીપી અનુમાન વધારીને 6.8 ટકા કર્યું


નવી દિલ્હી, 26 માર્ચ (હિ.સ.) એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સે, આગામી નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતના આર્થિક વિકાસ અનુમાનને 40 બેસિસ પોઈન્ટ્સ વધારીને 6.80 ટકા કર્યો છે. ગયા વર્ષે નવેમ્બરમાં, રેટિંગ એજન્સીએ આગામી નાણાકીય વર્ષ માટે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી), 6.40 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો.

ગ્લોબલ રેટિંગ્સ સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ (એસએન્ડપી) એ, મંગળવારે જાહેર કરેલા એશિયા પેસિફિક માટેના તેના 'ઈકોનોમિક આઉટલુક'માં જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2024-25માં ભારતનું અર્થતંત્ર 6.8 ટકાના દરે વૃદ્ધિ કરશે. ગયા વર્ષે નવેમ્બરમાં રેટિંગ એજન્સીએ ભારતનો જીડીપી ગ્રોથ 6.4 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો. જો કે, આ વર્તમાન નાણાકીય વર્ષ 2023-24 માટે 7.6 ટકાના અંદાજિત વૃદ્ધિ દર કરતાં ઓછો છે.

રેટિંગ એજન્સીએ તેના 'ઇકોનોમિક આઉટલુક'માં જણાવ્યું હતું કે, અમે એશિયન ઇમર્જિંગ માર્કેટ (ઈએમ) અર્થતંત્રો માટે મજબૂત વૃદ્ધિની અપેક્ષા રાખીએ છીએ. આમાં ભારત, ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ અને વિયેતનામ મોખરે છે. એજન્સીએ પ્રતિબંધિત વ્યાજ દરોને આર્થિક વૃદ્ધિમાં અવરોધ તરીકે ઓળખાવ્યા છે. એસએન્ડપી 31 માર્ચ, 2025ના રોજ પૂરા થતા આગામી નાણાકીય વર્ષ 2024-25માં ભારતનો વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર 6.8 ટકા રહેવાની અપેક્ષા રાખે છે. એજન્સીએ નાણાકીય વર્ષ 2025-26 અને 2026-27 માટે ભારતના જીડીપી વૃદ્ધિનું અનુમાન 5-5 ટકા જાળવી રાખ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/દધીબલ / ડો. હિતેશ


 rajesh pande