ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 86 ડોલરની નજીક, પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર
નવી દિલ્હી, 27 માર્ચ (હિ.સ.) આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બ્રે
ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 86 ડોલરની નજીક, પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર


નવી દિલ્હી, 27 માર્ચ (હિ.સ.) આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ લગભગ 86 ડોલર અને ડબ્લ્યુટીઆઈ ક્રૂડ લગભગ 81 ડોલર પ્રતિ બેરલ છે. જાહેર ક્ષેત્રની તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ બુધવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.

ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, દિલ્હીમાં પેટ્રોલ રૂ. 94.72, ડીઝલ રૂ. 87.62, મુંબઈમાં પેટ્રોલ રૂ. 104.21, ડીઝલ રૂ. 92.15, કોલકતામાં પેટ્રોલ રૂ. 103.94, ડીઝલ રૂ. 90.76, ચેન્નાઈમાં પેટ્રોલ રૂ. 100.75 અને ડીઝલ રૂ. 92.34 પ્રતિ લિટર પર ઉપલબ્ધ છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં, સપ્તાહના ત્રીજા દિવસે શરૂઆતના વેપારમાં 0.90 ડોલર એટલેકે 1.04 ટકાના ઘટાડા સાથે બ્રાન્ડેડ ક્રૂડ પ્રતિ બેરલ 85.356 ડોલર પર ટ્રેન્ડ કરી રહ્યું છે. વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ (ડબ્લ્યુટીઆઈ) ક્રૂડ 0.77 ડોલર એટલેકે 0.94 ટકા ઘટીને બેરલ દીઠ 80.05 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર /મુકુંદ / ડો. હિતેશ


 rajesh pande