અરવલ્લી : બાળકી પર બળાત્કાર..!! એક CHCના MOની બેદરકારી ના પગલે બળાત્કારી શંકાસ્પદ વૃદ્ધ ખુલ્લેઆમ ફરી રહ્યોની ચર્ચા
મોડાસા,ભીખાજી અરવલ્લી જીલ્લાના એક ગ્રામ્ય વિસ્તારમાં નાબાલીગ બાળકી પર તેના કૌટુંબિક વૃદ્ધે શારીરિક
અરવલ્લી : બાળકી પર બળાત્કાર..!! એક CHCના MOની બેદરકારી ના પગલે બળાત્કારી શંકાસ્પદ વૃદ્ધ ખુલ્લેઆમ ફરી રહ્યોની ચર્ચા


મોડાસા,ભીખાજી અરવલ્લી જીલ્લાના એક ગ્રામ્ય વિસ્તારમાં નાબાલીગ બાળકી પર તેના કૌટુંબિક વૃદ્ધે શારીરિક અડપલા કે પછી બળાત્કાર કરાર ભારે ચકચાર મચી હતી બાળકીનો પરિવાર પીડિત દીકરીને જીલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ એક સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે લઇ જતા મેડિકલ ઓફિસરને સમગ્ર ઘટના અંગે જાણ કરી પરિવારની આબરૂની બીકે ફેરિયાદ કર્યા વગર સારવાર કરવાની વાત કરતા અગમ્ય કારણોસર મેડિકલ ઓફિસરે બાળકીને સારવાર કરી આપી હતી અને ફરજમાં બેદરકારી દાખવી નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ ન કરતા વૃદ્ધ બળાત્કારીને છાવરવામાં શંકાસ્પદ ભૂમિકા ભજવી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે બાળકી પર 70 વર્ષીય વૃદ્ધે બળાત્કાર કર્યો કે પછી શારીરિક અડપલા તે અંગે તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યું છે

પ્રાપ્ત માહિતી અનુસાર,અરવલ્લી જીલ્લાના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતો પરિવાર તેમની નાબાલીગ દીકરીને તેના કૌટુબિક દાદાના ઘરે સાચવવા મૂકી કામકાજ અર્થે ગયો હતો નાની પૌત્રી એકલી હોવાથી હવસખોર વૃદ્ધ દાદાના મનમાં વાસનાનો કીડો સળવળતા તેની સાથે હેવાનીયત ભર્યું કૃત્ય કરતા દીકરી ગભરાઈ ગઈ હતી દીકરીની માતા ઘરે આવતા દીકરીને ગભરાઈ ગયેલી હાલતમાં જોવા મળતા અને ગુપ્તભાગે દુખાવો થતો હોવાનું જણાવતા માતા ચોકી ઊઠી હતી દીકરીએ તેનાં દાદાએ તેની સાથે કરેલ કૃત્ય અંગે જણાવતા મહિલાના પગ તળે થી જમીન સરકી ગઈ હતી સમગ્ર ઘટના અંગે પરિવારજનોને વાત કરતા પરિવારજનો ઘરની આબરૂ નો ડર બતાવી પોલીસ ફરિયાદ નહીં કરવા મહિલા અને તેના પતિને સમજાવતા ભોગ બનનાર દિકરીના માતા-પિતાએ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું

70 વર્ષીય કૌટુંબિક દાદાના બળાત્કારનો કે પછી શારીરિક અડપલાંનો ભોગ બનેલ નાબાલિગ દિકરીને ગુપ્ત ભાગે દુખાવો થતા અને ગભરાઈ જતા સારવાર અર્થે નજીકના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ ગયા હતા ફરજ પર હાજર તબીબને દીકરી સાથે બનેલ અઘટિત ઘટના અંગે જાણ કરી સારવાર કરવા વિનંતિ કરતા તબીબ અગમ્ય કારણોસર પોલીસને જાણ કર્યા વગર સારવાર કરી આપતા પરિવાર બાળકીને લઈને ઘરે પરત ફર્યો હતો મેડિકલ ઓફિસરે ફરજમાં બેદરકારી દાખવી પોલીસને જાણ ન કરતા 70 વર્ષીય હવસખોર વૃદ્ધ બિંદાસ્ત ગ્રામ્ય વિસ્તારમાં નિર્લજ બની ફરી રહ્યો છે

હિન્દુસ્થાન સમાચાર/ મહેન્દ્રપ્રસાદ/હર્ષ શાહ


 rajesh pande