કોપા, અમેરિકા પહેલા ફ્રેન્ડલી મેચમાં ચિલી-પેરાગ્વે ટકરાશે
સેન્ટિયાગો, નવી દિલ્હી, 28 માર્ચ (હિ.સ.) ચીલી જૂનમાં ફ્રેન્ડલી ફૂટબોલ મેચમાં, દક્ષિણ અમેરિકન હરીફ પે
કોપા, અમેરિકા પહેલા ફ્રેન્ડલી મેચમાં ચિલી-પેરાગ્વે ટકરાશે


સેન્ટિયાગો, નવી દિલ્હી, 28 માર્ચ (હિ.સ.) ચીલી જૂનમાં ફ્રેન્ડલી ફૂટબોલ મેચમાં, દક્ષિણ અમેરિકન હરીફ પેરાગ્વેની યજમાની કરશે. બંને ટીમો માટે આ મેચ મહત્વની રહેશે, કારણ કે બંને ટીમો અમેરિકામાં કોપા અમેરિકાની તૈયારી કરી રહી છે.

ચિલી ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ પાબ્લો મિલાદે બુધવારે કહ્યું કે,” આ મેચ 11 જૂને સેન્ટિયાગોના નેશનલ સ્ટેડિયમમાં રમાશે.”

તે કોપા અમેરિકા પહેલા, સંસ્થા દ્વારા નિર્ધારિત બે મૈત્રી મેચોમાંથી એક હશે, જે 20 જૂનથી 14 જુલાઈ સુધી યુએસના 14 શહેરોમાં રમાશે.

બાદમાં, અમે કદાચ બોલિવિયાથી યુનાઇટેડ સ્ટેટ્સમાં રમીશું, મિલાદે ચિલીના એડીએન રેડિયો સ્ટેશનને જણાવ્યુ.

ગ્રૂપ સ્ટેજમાં આર્જેન્ટિના અને કેનેડાનો સામનો કરતા પહેલા ચિલી 21 જૂને પેરુ સામે, કોપા અમેરિકા અભિયાનની શરૂઆત કરશે.

ગયા અઠવાડિયે રમાયેલી મૈત્રીપૂર્ણ મેચોમાં, રિકાર્ડો ગેરેકાની ટીમે અલ્બેનિયાને 3-0થી હરાવ્યું હતું અને ફ્રાન્સ સામે 3-2થી હાર્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી


 rajesh pande